સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સિવિલ હોસ્પિટલમાં દિકરી વધામણા કીટ અપાઈ
સોમનાથ 29 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દીકરી જન્મને વધાવવા સિવિલ હોસ્પિટલ, વેરાવળ ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરવા
દિકરી વધામણા કીટ અપાઈ


સોમનાથ 29 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દીકરી જન્મને વધાવવા સિવિલ હોસ્પિટલ, વેરાવળ ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી.

દિકરી વધામણા કીટ માત્ર એક યોજના ન રહેતા સામાજિક પરિવર્તન તરફ એક મહત્વનું પગલું સાબિત થયું છે. દીકરીને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનીને તેના જન્મને ઉત્સાહ અને સન્માન સાથે વધાવવાની પહેલ સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.

આ કાર્યક્રમમાં નવજાત બાળકીના પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે જ વ્હાલી દિકરી યોજના અંગે સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ વિતરણ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી.વારસૂર તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન રાઠોડના માર્ગદર્શન મુજબ સખી વન સ્ટોપ સેન્ટર તેમજ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વૂમન કર્મચારી દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande