“દેશી અપનાવો” ના હેતુને સમર્પિત જીણ સંઘની ધ્વજ-ચુનર ધર્મયાત્રા
સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.)- અખિલ ભારતીય જીણ માતા સેવા સંઘ, સુરત દ્વારા ૨૨મી ધ્વજ-ચુનર ધર્મયાત્રાનું ભવ્ય આયોજન આ વર્ષે રવિવારે હજીરા ખાતે આવેલા 1200 વર્ષ જૂના સિંગોતર આશાપુરા માતાજી ના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સંયોજક રાજેન્દ્ર રાજપુ
જીણ સંઘની ધ્વજ-ચુનર ધર્મયાત્રા


જીણ સંઘની ધ્વજ-ચુનર ધર્મયાત્રા


સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.)- અખિલ ભારતીય જીણ માતા સેવા સંઘ, સુરત દ્વારા ૨૨મી ધ્વજ-ચુનર ધર્મયાત્રાનું ભવ્ય આયોજન આ વર્ષે રવિવારે હજીરા ખાતે આવેલા 1200 વર્ષ જૂના સિંગોતર આશાપુરા માતાજી ના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ સંયોજક રાજેન્દ્ર રાજપુરોહીતે જણાવ્યું હતું કે આ વર્ષ ની યાત્રા “બેટી બચશે તો સૃષ્ટિ રચાશે” તથા “સ્વદેશી અપનાવો, દેશ સશક્ત બનાવો” જેવા રાષ્ટ્રમૂલ્યવાન હેતુને સમર્પિત રહી। આ અવસરે પોસ્ટર હસ્તાક્ષર અભિયાન નો આરંભ SMC સ્લમ સમિતિના ચેરમેન વિજય ચૌમલે કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હાજર ભક્તોએ હસ્તાક્ષર કરી સંકલ્પ લીધો. કાર્યક્રમ સહ-પ્રભારી રાજેશ કાબરાે જણાવ્યું હતું કે સમારંભની શરૂઆત નાનકડી અગિયાર કન્યાઓએ દીપ પ્રજ્વલનથી કરી. જયકારાઓની વચ્ચે ભક્તોએ સિંગોતર માતા અને આશાપુરા માતાને 108 મીટરની વિશાળ ચુનરી તથા સેકડો ધ્વજ અર્પિત કર્યા। માર્ગમાં અનેક સ્થળોએ પુષ્પવૃષ્ટિથી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં રાજસ્થાનના આદિવાસી કારિગરો દ્વારા બનાવવામાં આવેલી સુહાગ પિટારીની અલૌકિક માળા અર્પિત કરવામાં આવી। અમદાવાદથી આવેલા કલાકારે શરીર પર 501 દીપક બાંધીને નૃત્ય આરતી કરી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું. માતાને 56 ભોગ તથા સવા લાખ બત્તીથી મહાઆરતી અર્પિત કરવામાં આવી. ભક્તોએ “બેટી બચશે તો સૃષ્ટિ રચાશે” સંદેશ ધરાવતા એપ્રોન પરિધાન કરી કન્યાઓનું પૂજન, ચરણ પ્રક્ષાલન કરી તેમને અલ્પાહાર તથા ભેટ અર્પણ કરી। નાનકડી કન્યાઓ માતા અંબાના સ્વાંગમાં આવી, જેમાં શ્રદ્ધાળુઓએ ગરબા પણ રમ્યા.

કાર્યક્રમ દરમિયાન ભક્તિ, ઉમંગ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. આ યાત્રાની સફળતા માટે ગોવિંદ જિંદલ, બદ્રીપ્રસાદ, બનવારી કયાલ, રામ મૂંદડા, સત્યમ કાબરા, દિલીપ પટેલ, વેદ પ્રકાશ શર્મા, રઘુ ખંડેલવાલ, સુનીલ અગ્રવાલ, હરકચંદ પ્રજાપતિ, મહેશ પાડનેચા, નીખિલ લાહોટી, શ્રીનિવાસ બોહરા, ગોપાલ બોહરા, આશુ ગર્ગ, બબલુ ખંડેલવાલ, રમેશ ખંડેલવાલ, રાકેશ કાબરા, અમિત બજાજ, દિનેશ પુગલિયા, વિકાસ તાપડિયા વગેરેના વિશેષ યોગદાન રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande