જુનાગઢ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): જુનાગઢ ઉપરકોટ કિલ્લામાં ના રેસ્ટોરેશન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવેલ તે સંદર્ભે તારીખ 28/9/ 2025 ના રોજ ઉપરકોટ કિલ્લામાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરકોટ કિલ્લો ફરવા આવેલ પ્રયાટકો આ સરપ્રાઈઝ જોઇને મંત્રમુગ્ધ રહી ગયા હતા.
સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની. ગુજરાત પ્રવાસન તથા પુરાતત્વ વિભાગના સહયોગ થી ઉપરકોટ કિલ્લાનું અને મહાબ્બત મકબરાનું સંચાલન કરી રહી છે. પર્યાટકો માટે વિવિધ ગેમ્સ અને ગિફ્ટ નું આયોજન કર્યું હતું આની સાથે સાંસ્કૃતિક પહેરવેશમાં અદભુત ગરબાનું આયોજન કરવામાં આવેલ. સૌથીવિશેષ કાર્યક્રમ રૂપે આર એમ ફિલ્મ્સ ,જગપાલ બારડ અને સહયોગી કલાકારોની ટીમ દ્વારા એક અદ્ભુત લઘુ નાટકના ત્રણ પ્રયોગોકરવામાં આવ્યા.આ નાટકમાં ઉપરકોટ કિલ્લાના ઇતિહાસની ગાથા સાંભળીને પર્યાટકો ખૂબ વખાણ કરવા લાગ્યા.
જૂનાગઢમાં સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની ઉપરકોટ કિલ્લા,મહાબ્બત મકબરા ,મજેવડી ગેટસ્થિત એન્ટી કોઈન મ્યુઝિયમ તથા સરદાર ગેટ ગેલેરી નું સંચાલન કરી રહી છે કંપનીના ટુરીઝમ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણી એ જણાવ્યું કે આજ સુધી તેઓ 15 લાખ લોકોનું સ્વાગત કરી ચૂક્યા છે. આગળ કહેતા તેમને જણાવ્યું કે પર્યાટકોના વખાણ એમને સદંતર નવી સુવિધાઓ તથા નવા આકર્ષણ ઉમેરવા માટે પ્રોત્સાહિત કરે છે.
• આજરોજ ઉપરકોટ કિલ્લામાં એક નવી ગોલ્ફ કાર્ટ આગમન થયું.
• થોડા દિવસ પહેલા ઉપરકોટ માં VR એક્સપિરિયન્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે. VR દ્વારા પર્યટકો સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીના સાક્ષાત દર્શન કરી શકે છે. તેમને એવી અનુભૂતિ થાય છે કે જાણે તે પોતે સમુદ્રમાં દ્વારકા નગરી ની અંદર પ્રત્યક્ષ હાજર હોય.
• ટૂંક સમય પહેલા Booz ઇલેક્ટ્રીક સ્કૂટરની સેવા પણ ઉપરકોટ કિલ્લામાં શરૂ કરવામાં આવેલ છે.
આજરોજ કંપની દ્વારા ગોલ્ડન ટિકિટ (કોમ્બો ટિકિટ)પણ લોન્ચ કરાઈ છે. આ કોમ્બો ટિકિટ દ્વારા પર્યાટકો ને ઉપરકોટ કિલ્લા મહાબ્બત મકબરા, સરદાર ગેટ ગેલેરી તથા એન્ટી કોઈન મ્યુઝિયમ નો પ્રવેશ તથા ઉપરકોટ કિલ્લામાં ફરવા માટે ગોલ્ફ કાર્ટ મળશે ગોલ્ડન ટિકિટ ની કિંમત બે વ્યક્તિ ની જોડી માટે રૂપિયા 750 ની રહેશે, આ ટિકિટ આ ચાર સ્થળોએ તથા અમુક હોટેલ્સના રિસેપ્શન પર ઉપલબ્ધ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ