મહેસાણાના સાંસદે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી, શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના ગરબા મહોત્સવમાં જનસંપર્ક
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવોમાં ધાર્મિક આસ્થા સાથે સાંસ્કૃતિક રંગત પણ જોવા મળી રહી છે. આ અવસર પર સાંસદ હરીભાઇ પટેલ એ મહેસાણા ખાતે શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં હાજરી આપી. લો
સાંસદએ મહેસાણામાં નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી : શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના ગરબા મહોત્સવમાં જનસંપર્ક


મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવોમાં ધાર્મિક આસ્થા સાથે સાંસ્કૃતિક રંગત પણ જોવા મળી રહી છે. આ અવસર પર સાંસદ હરીભાઇ પટેલ એ મહેસાણા ખાતે શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં હાજરી આપી. લોકઆસ્થાના આ તહેવારમાં જનસંપર્ક સાધવાનો અને લોકોને નજીકથી મળવાનો આ અવસર તેમના માટે ખૂબ જ આનંદદાયક રહ્યો.

સાંસદએ માતાજીના આશીર્વાદ લઈ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નવરાત્રી માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ એકતા, શક્તિ અને સંસ્કૃતિનું પ્રતિક છે. આ તહેવાર સમાજને એકસાથે લાવે છે અને નવી પેઢીને આપણા સાંસ્કૃતિક વારસાની ઓળખ કરાવે છે. તેમણે ખાસ કરીને યુવા પેઢીને સંસ્કાર અને સંસ્કૃતિને સાચવી રાખવા માટે પ્રેરિત કર્યા.

શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મહોત્સવમાં સ્થાનિક કલાકારો અને યુવાનો દ્વારા પરંપરાગત તેમજ આધુનિક તાલે રમાયેલા ગરબાએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. મહિલાઓએ રંગીન પહેરવેશમાં ઉત્સાહભેર ભાગ લીધો, જ્યારે પુરુષો અને બાળકો પણ ગરબાની રમઝટમાં જોડાયા.

સાંસદએ આયોજકોની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં ભાઈચારો, સહકાર અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી કે મહેસાણા જિલ્લાના લોકો માતાજીના આશીર્વાદથી હંમેશા સુખી, તંદુરસ્ત અને સમૃદ્ધ રહે. નવરાત્રી મહોત્સવમાં સાંસદની હાજરીને લઈને લોકોમાં આનંદનો માહોલ છવાયો હતો અને ગરબામાં સહભાગી થવાની સાથે જનતામાં નવી ઊર્જા પ્રવાહી બની.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande