મહેસાણા જિલ્લામાં પોષણ સંગમ વર્કશોપ, “મારું બાળક, મારું જતન” વિષય પર માર્ગદર્શન
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ “પોષણ સંગમ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપની અધ્યક્ષતા સચિવ તેમજ કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગે કરી હતી, જયારે જિલ્લા વિકાસ અધિકારી સહિત જિ
મહેસાણા જિલ્લામાં પોષણ સંગમ વર્કશોપ : “મારું બાળક, મારું જતન” વિષય પર માર્ગદર્શન


મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ “પોષણ સંગમ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપની અધ્યક્ષતા સચિવ તેમજ કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગે કરી હતી, જયારે જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અમદાવાદ ઝોન અંતર્ગત યોજાયો હતો.

વર્કશોપ દરમિયાન મુખ્યત્વે બાળ પોષણ, માતા અને બાળકના આરોગ્ય તેમજ “મારું બાળક, મારું જતન” જેવા મહત્વપૂર્ણ વિષય પર વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું. નિષ્ણાતોએ માતા-પિતાને સમજાવ્યું કે બાળકના પ્રથમ હજાર દિવસનું પોષણ જીવનભર માટેની તંદુરસ્તીનું પાયો છે. સમયસર યોગ્ય આહાર, રસીકરણ, સ્વચ્છતા અને સંભાળથી બાળકને અનેક બીમારીઓથી બચાવી શકાય છે.

આ પ્રસંગે જિલ્લા સ્તરે કામ કરતા આગેવાનો, આશા વર્કરો, આંગણવાડી કાર્યકર્તાઓ અને સુપરવાઇઝરોને પણ પોષણ સંબંધિત નવીન માહિતી સાથે પ્રેરણા મળી. “મારું બાળક, મારું જતન” અભિયાન અંતર્ગત માતાઓને પોતાના બાળકના આરોગ્ય માટે જાગૃત રહેવા તથા પોષણયુક્ત ભોજન આપવાની સમજણ આપવામાં આવી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અને સહેલાઈથી ઉપલબ્ધ અનાજ, દાળ, શાકભાજી અને દૂધ ઉત્પાદનોના ઉપયોગ દ્વારા બાળકોને સંતુલિત આહાર મળે તે અંગે ચર્ચા કરવામાં આવી. વર્કશોપ દ્વારા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલ્પ કર્યો કે પોષણ અભિયાનને ગામ-ગામ સુધી પહોંચાડી માતા અને બાળ આરોગ્યમાં સુધારો લાવવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને ભવિષ્યની પેઢી તંદુરસ્ત બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande