જામનગર જિલ્લાના હરીપર ગામના વિસ્તારોમાં 2500 જેટલા વૃક્ષોનું સઘન વાવેતર કરવાનું આયોજન
જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના 850 ની વસ્તી ધરાવતા હરીપર ગામમાં હરિયાળી બની રહે તે માટે વનીકરણ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત 1200 જેટલા બિલ્લી નું વાવેતર હાલ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં ગામમાં 2000 થી 250
સઘન વૃક્ષ વાવેતર


જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના 850 ની વસ્તી ધરાવતા હરીપર ગામમાં હરિયાળી બની રહે તે માટે વનીકરણ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત 1200 જેટલા બિલ્લી નું વાવેતર હાલ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં ગામમાં 2000 થી 2500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વૃક્ષો મુખ્યત્વે હાઇવે તળાવની બાજુમાં ગામના વિવિધ સ્થળો પર કરવામાં આવશે તેમ ગામના સરપંચ રામજીભાઈ પોપટભાઈ મુગરા એ જણાવ્યું હતું વધુમાં તેણે જણાવ્યું કે ગામમાં બાળકોને સારો અભ્યાસક્રમ કરવા માટે સુવિધા ગામમાં મળી રહે તે માટે નવી આંગણવાડી બનાવવામાં આવી છે જેમાં બાળકો માટે રમકડા રસોડા સહિતની સુવિધા છે. આ ઉપરાંત ગામમાં વિદ્યાર્થીઓ માટે શાળા પણ કાર્યરત છે જેમાં બાળકો આધુનિક ઢબે અભ્યાસક્રમ કરી શકે તે માટે સ્માર્ટ બુટ ની સુવિધા છે તેમજ બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ આ ઉપરાંત કોમ્પ્યુટર લે પ્રાર્થના હોલ શૌચાલય વગેરે સુવિધાથી શાળાને સજ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગામમાં સ્નાન ઘાટ પણ બનાવવામાં આવ્યું છે. ગામના લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે ઘરે ઘરે કચરાપેટીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ગામના લોકોને કોઈપણ ઋતુમાં પાણીની અગવડતા ન પડે અને પાણી માટે દૂર જવું ન પડે તે માટે ઘરે ઘરે નળના જોડાણ આપવામાં આવ્યા છે આ ઉપરાંત ગ્રામજનોને ગામમાં આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક અને સીસી રોડ પણ બનાવવામાં આવ્યો છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande