પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠક ફાળવણીનો આદેશ બહાર પાડ્યો
પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠક ફાળવણીનો આદેશ છે. આ મુજબ, પાટણ માટે 44 અને સિદ્ધપુર માટે 36 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. અનામત બેઠક માટે 27 ટકા પછાતવર્ગ માટે અનામત
પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ  ચૂંટણી માટે બેઠક ફાળવણીનો આદેશ બહાર પાડ્યો


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠક ફાળવણીનો આદેશ છે. આ મુજબ, પાટણ માટે 44 અને સિદ્ધપુર માટે 36 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. અનામત બેઠક માટે 27 ટકા પછાતવર્ગ માટે અનામત નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ આદેશની નકલો સંબંધિત અધિકારીઓને સમયસર અમલ માટે મોકલવામાં આવી છે.

પાટણ નગરપાલિકા માટે 11 વોર્ડ અને 44 બેઠક નિર્ધારિત છે. 2011ની વસતિ અનુસાર પાટણની વસતિ 1,45,566 છે. 44 બેઠકોમાં 31 અનામત છે, જેમાં 22 સ્ત્રી અનામત, 4 અનુસૂચિત જાતિ (જેમાં 2 સ્ત્રી માટે), 1 અનુસૂચિત આદિજાતિ અને 12 પછાતવર્ગ (જેમા 6 સ્ત્રી માટે) અનામત બેઠકો છે. 30 બેઠક સામાન્ય (બિનઅનામત) છે.

સિદ્ધપુર નગરપાલિકામાં 9 વોર્ડ અને 36 બેઠક નિર્ધારિત છે. 2011ની વસતિ પ્રમાણે તેની કુલ વસતિ 57,784 છે. 36 બેઠકોમાં 26 અનામત છે, જેમાં 18 સ્ત્રી અનામત, 3 અનુસૂચિત જાતિ (જેમા 1 સ્ત્રી માટે), 1 અનુસૂચિત આદિજાતિ અને 10 પછાતવર્ગ (જેમા 5 સ્ત્રી માટે) અનામત બેઠકોનો સમાવેશ થાય છે. 10 બેઠક સામાન્ય છે.

આ આદેશ ભારતના બંધારણના અનુચ્છેદ 243-K અને 243-ZA અને ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધારા) અધિનિયમ, 2023 મુજબ કરવામાં આવ્યો છે. આ સુધારા હેઠળ પછાતવર્ગ માટે અનામત બેઠકની ટકાવારી 27 ટકા સુધી વધારી છે. નગરપાલિકા વિભાગે 2025 ના નિયમો અનુસાર પાંચ વર્ષે અનામત બેઠકની વારાફરતી ફાળવણી ફરજિયાત કરી છે.

આ સાથે, આદેશ ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 ની કલમ 6 અને 7 અને સંબંધિત નિયમો અને સુધારાઓને આધારે અમલમાં મુકાયો છે. આ નિર્ણય દ્વારા નગરપાલિકા ચૂંટણીમાં પ્રજાસત્તાક અને સમાનતાના હિતને સુનિશ્ચિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande