પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું.
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત ભરના હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે દરિયાઈ પટ્ટી ઉપર પણ વરસાદની આગાહી થઈ છે ત્યારે પોરબંદરના બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ રવિવારે લગાડવામાં આવ્યું છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા દર્શાવીને માછી
પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું.


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત ભરના હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે દરિયાઈ પટ્ટી ઉપર પણ વરસાદની આગાહી થઈ છે ત્યારે પોરબંદરના બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ રવિવારે લગાડવામાં આવ્યું છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા દર્શાવીને માછીમારોને પણ સમુદ્રમાં નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ દરિયામાં કરંટ દેખાઈ રહ્યો હોવાથી નજીકના બંદર ઉપર જવા માટે જણાવી દેવામાં આવ્યું છે. પોરબંદરમાં રવિવારે ધાબડિયું વાતાવરણ રહ્યું હતું અને રાત્રે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દરિયાઈ પટ્ટી ઉપર તેની અસર જોવા મળી રહી છે અને સમુદ્રમાં પણ તેનો કરંટ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande