હારીજમાં પુષ્પકુંજ દરજી સોસાયટી ખાતે લક્ષ્મી માતાજીનો 26 મો પાટોત્સવ યજ્ઞ સાથે ઉજવાયો
પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) હારીજની પુષ્પકુંજ દરજી સોસાયટી ખાતે લક્ષ્મી માતાજીનો 26 મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શાસ્ત્રી અલ્પેશભાઈ દવેના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયો હતો, જેમાં ભગવાનભાઈ ઉર્ફે બકાભાઈ નાયી પરિવારે યજમ
હારીજમાં પુષ્પકુંજ દરજી સોસાયટી ખાતે લક્ષ્મી માતાજીનો ૨૬મો પાટોત્સવ યજ્ઞ સાથે ઉજવાયો


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) હારીજની પુષ્પકુંજ દરજી સોસાયટી ખાતે લક્ષ્મી માતાજીનો 26 મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શાસ્ત્રી અલ્પેશભાઈ દવેના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયો હતો, જેમાં ભગવાનભાઈ ઉર્ફે બકાભાઈ નાયી પરિવારે યજમાન પદે બેસીને યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી હતી. સોસાયટીના તમામ રહીશો શ્રીફળ હોમ સમયે હાજર રહી આરતીનો લાભ લીધો હતો.

આ ધાર્મિક પ્રસંગે મુક્તાબેન વિનોદચંદ્ર ઝવેરી પરિવાર દ્વારા ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પાટોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ સહભાગી બની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યજ્ઞમાં ભાગ લીધો હતો.

ગત વર્ષે નવરાત્રિની સાતમે લક્ષ્મી માતાજીનું નવું મંદિર બાંધી ૨૫મો રજતજયંતી પાટોત્સવ ઉજવાયો હતો. હાલ ૨૬મો પાટોત્સવ યજ્ઞ સાથે ઉજવાયો હતો, જે સોસાયટીની ધાર્મિક પરંપરા, સદ્ભાવના અને સમરસતાનું પ્રતિક બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande