ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા અંડર-21 ટીમને 1-0થી હરાવી
- ભારત માટે કનિકા સિવાચે વિજયી ગોલ કર્યો. કેનબેરા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા અંડર-21 ટીમને 1-0થી હરાવી. કેનબેરાના નેશનલ હોકી સેન્ટર ખાતે રમાયેલી મેચમાં ભારત માટે કનિકા
ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા અંડર-21 ટીમને 1-0થી હરાવી


- ભારત માટે કનિકા સિવાચે વિજયી ગોલ કર્યો.

કેનબેરા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા અંડર-21 ટીમને 1-0થી હરાવી. કેનબેરાના નેશનલ હોકી સેન્ટર ખાતે રમાયેલી મેચમાં ભારત માટે કનિકા સિવાચે (32') નિર્ણાયક ગોલ કર્યો.

બંને ટીમો વચ્ચે પ્રથમ હાફ ખૂબ જ રોમાંચક રહ્યો, પરંતુ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતની મિનિટોમાં કનિકા સિવાચના મહત્વપૂર્ણ ફિલ્ડ ગોલે ભારતની જીત સુનિશ્ચિત કરી. ભારત અગાઉ ઓસ્ટ્રેલિયા અંડર-21 ટીમ સામે સતત બે મેચ હારી ગયું હતું, પરંતુ આ જીત સાથે, ભારતીય ટીમે પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે અને બાકીની મેચોમાં વધુ સારા પ્રદર્શનની આશા રાખી છે.

ભારતનો આગામી મુકાબલો ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર હોકી વન લીગ ક્લબ, કેનબેરા ચિલ સામે થશે. આ મેચો અનુક્રમે ૩૦ સપ્ટેમ્બર અને ૨ ઓક્ટોબરના રોજ રમાશે, ત્યારબાદ ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ થશે.

હિન્દુસ્થાન સમાચાર/સુનીલ દુબે/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande