પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર.
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરના હવામાનમાં પલ્ટો આવ્યો છે ત્યારે પોરબંદરમાં પણ વરસાદી વાતાવરણ નવરાત્રિના તહેવાર સમયે પણ જોવા મળ્યુ છે અને ગઇકાલે રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતા નવરાત્રિના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો રાણાવાવમ
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર.


પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર.


પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર.


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરના હવામાનમાં પલ્ટો આવ્યો છે ત્યારે પોરબંદરમાં પણ વરસાદી વાતાવરણ નવરાત્રિના તહેવાર સમયે પણ જોવા મળ્યુ છે અને ગઇકાલે રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતા નવરાત્રિના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો રાણાવાવમાં પણ બે ઈંચ ને કુતિયાણામાં રંગમાં ભંગ પડયો હતો અને સવારે દસ વાગ્યા સુધીમાં પોરબંદર શહેરમાં તથા આજુબાજુના સવા ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રિ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્રણ દિવસથી અતિભારે વરસાદ વરસે તેવી એલર્ટની પરિસ્થિતિમાં દરિયાઈપટ્ટી પરના પોરબંદર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે અને ગઇકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે જાણે મેઘરાજા રાસોત્સવ રમતા હોય તેમ 'રૂમઝૂમ’ કરતા આવી પહોંચ્યા હતા અને એકધારી ‘રમઝટ’ બોલાવીને બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગઈકાલે રાત્રીથી આજે દસ વાગ્યા સુધીમાં 50 મી.મી. વરસાદ વરસ્યો હતો જેના કારણે રાત્રિના સમયે નવરાત્રિના અનેક આયોજનો અધવચ્ચેથી રદ કરવા પડયા હતા અને ટૂંકાવી લેવાની ફરજ પડી હતી. તો નજીકના રાણાવાવ તથા આજુબાજુના વિસ્તારમાં પણ 46 મી.મી.જેટલો વરસાદ વરસતા રાણાવાવમાં પણ રાસગરબાની રંગતમાં ભંગ પડયો હતો. કુતિયાણા શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં 30 મી.મી. જેટલો વરસ્યો હતો. અને હજુ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે ત્યારે વધુ વરસાદની શકયતા જણાઇ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande