ઉત્રાણમાં સ્કૂલવાન ચાલક દ્વારા કિશોરી સાથે શારીરિક અડપલાં કરી છેડતી
સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરણીતાની દીકરી સ્કૂલમાં અને ટ્યુશન ક્લાસ માં અભ્યાસ માટે જતી હતી. તેમને લેવા મુકવા માટે વાન ભાડે રાખવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી દીકરીને સ્કૂલે લેવા તથા મુકવા માટે જતા વાનના ચાલકે કિશો
ઉતરાણ પોલીસ


સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરણીતાની દીકરી સ્કૂલમાં અને ટ્યુશન ક્લાસ માં અભ્યાસ માટે જતી હતી. તેમને લેવા મુકવા માટે વાન ભાડે રાખવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી દીકરીને સ્કૂલે લેવા તથા મુકવા માટે જતા વાનના ચાલકે કિશોરી પર દાનત બગાડી હતી અને તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર દીકરીએ સઘળી હકીકત તેની માતાને જણાવતા તેઓએ આ મામલે ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વાનના ચાલક સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમરેલી જિલ્લાના વતની અને સુરતના ઉતરાણ વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષની દીકરી સ્કૂલમાં અભ્યાસ માટે જતી હતી. દીકરીને સ્કૂલેથી લાવવા તથા લઈ જવા માટે પરિવારજનોએ એક સ્કૂલવાન ભાડે કરાવી આપી હતી. જે સ્કૂલવાન ધર્મેન્દ્ર પટેલ નામનો વ્યક્તિ ચલાવતો હતો. છેલ્લા એક વર્ષથી ધર્મેન્દ્ર પટેલ દરરોજ દીકરીને ઘરે લેવા માટે અને મુકવા માટે આવતો હતો. આ સમયગાળા દરમિયાન ધર્મેન્દ્ર એ કિશોરી પર દાનત બગાડી હતી અને ગત તારીખ 28/9/2025 ના રોજ બપોરે સવા એક થી 2:15 વાગ્યાના સમયગાળા દરમિયાન ધર્મેન્દ્રએ કિશોરીને ટ્યુશન ક્લાસ પરથી ઘરે પરત મૂકવા આવતો હતો ત્યારે કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યા હતા. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત માતાને જણાવી હતી. બનાવને પગલે કિશોરીની માતાએ પતિને આ બાબતે જાણ કર્યા બાદ તેઓએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેન્દ્ર પટેલ સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉતરાણ પોલીસે મોડી રાત્રે ધર્મેન્દ્ર પટેલને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande