જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં યુવાનને ફીટ આવતા પડી જતા હેમરેજ થતા મૃત્યુ
જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી એકાએક બીપી લો થઈ જતાં ફીટ આવી ગઈ હતી, અને નીચે પટકાઈ પડ્યો હતો. જેમાં તે
મૃત્યુ પ્રતીકાત્મક તસવીર


જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી એકાએક બીપી લો થઈ જતાં ફીટ આવી ગઈ હતી, અને નીચે પટકાઈ પડ્યો હતો.

જેમાં તેને માથાના ભાગે ઇજા થઈ હતી, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના માતા જેઠીબેન મેઘાભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલિસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande