ચીનના વિજય દિવસ પરેડમાં સૌથી મોટું લશ્કરી પ્રદર્શન જોવા મળ્યું, જિનપિંગે કહ્યું- ચીન કોઈથી ડરતું નથી
બીજિંગ,નવી દિલ્હી,03 સપ્ટેમ્બર (હિ.સ.) બીજા વિશ્વયુદ્ધમાં જાપાની આક્રમણ સામે વિજયની 80મી વર્ષગાંઠની ઉજવણી માટે, બુધવારે થીયાનમેન ચોક ખાતે ચીનના વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બહાને ચીને એક મોટી લશ્કરી પરેડનુ
ચીનના વિજય દિવસ પરેડમાં સૌથી મોટું લશ્કરી પ્રદર્શન જોવા મળ્યું, જિનપિંગે કહ્યું- ચીન કોઈથી ડરતું નથી


બીજિંગ,નવી દિલ્હી,03 સપ્ટેમ્બર

(હિ.સ.) બીજા વિશ્વયુદ્ધમાં જાપાની આક્રમણ સામે વિજયની 80મી વર્ષગાંઠની

ઉજવણી માટે, બુધવારે થીયાનમેન ચોક ખાતે ચીનના વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં

આવ્યું હતું. આ બહાને ચીને એક મોટી લશ્કરી પરેડનું પ્રદર્શન કર્યું અને વિશ્વને

આધુનિક શસ્ત્રો દર્શાવ્યા. જેમાં ફાઇટર પ્લેન, મિસાઇલ અને નવા

ઇલેક્ટ્રોનિક યુદ્ધનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર

પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર

લુકાશેન્કો, મલેશિયા, મ્યાનમાર, મંગોલિયા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નેપાળ, માલદીવ સહિત, 26 દેશોના ટોચના

નેતાઓ હાજર રહ્યા હતા.

ગ્લોબલ ટાઇમ્સ અનુસાર,”રાષ્ટ્રપતિ શી

જિનપિંગે આ પ્રસંગે કહ્યું કે, કોઈ પણ શક્તિ ચીનને આગળ વધતા રોકી શકતી નથી.” તેમણે

કહ્યું કે,” તેમનો દેશ કોઈપણ ધોંસ બતાવવા વાળાથી ડરતો નથી અને હંમેશા આગળ વધતો રહે

છે.” તેમણે કહ્યું કે,” આ એક નવી યાત્રા છે, એક નવો યુગ છે.”

આ પ્રસંગે ચીને અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી પરેડનું

આયોજન કરતી વખતે આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કર્યું. જેમાં જે 20 અને જે 35 જેવા ફાઇટર

એરક્રાફ્ટ, ડીએફ 31 એજીઅને ડીએફ 41 બેલિસ્ટિક

મિસાઇલો, ડીએફ-ઝેડએફ હાઇપરસોનિક મિસાઇલો, હવાઈ સંરક્ષણ પ્રણાલી, ટેન્ક અને

સશસ્ત્ર વાહનોનો સમાવેશ થાય છે. પરેડમાં 10 હજારથી વધુ સૈનિકો સામેલ

છે.

ઉલ્લેખનીય છે કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાને 15 ઓગસ્ટ 1945 ના રોજ યુએસ

પરમાણુ હુમલા બાદ આત્મસમર્પણ કર્યું હતું.ત્યારબાદ તેણે 2 સપ્ટેમ્બર 1945 ના રોજ ચીન સામે

હાર પણ સ્વીકારી હતી. આ પ્રસંગે, ચીન વિજય દિવસ પરેડની ઉજવણી કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/ સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande