એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી, 2 ઓક્ટો.થી વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચ
અમદાવાદ,30 સપ્ટેમ્બર (હિ.સ.) દુબઈમાં એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી વિજેતા ભારતીય ક્રિકેટ ટીમનું એશિયા કપ જીત્યા બાદ અમદાવાદમાં આગમન થયું. ભારતની ટીમ અમદાવાદની હોટલ નર્મદા ખાતે વહેલી સવારે 4:15ની આસપાસ ટીમ હોટલ પર પહોંચી હતી, જ્યાં ટીમનું ઉષ્મ
એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી, 2 ઓક્ટો.થી વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચ


અમદાવાદ,30 સપ્ટેમ્બર (હિ.સ.) દુબઈમાં એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી વિજેતા ભારતીય ક્રિકેટ ટીમનું એશિયા કપ જીત્યા બાદ અમદાવાદમાં આગમન થયું. ભારતની ટીમ અમદાવાદની હોટલ નર્મદા ખાતે વહેલી સવારે 4:15ની આસપાસ ટીમ હોટલ પર પહોંચી હતી, જ્યાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ટીમનું ક્યુરેટેડ ટ્રીટ્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં પ્રવેશ કરતાં જ સ્વાગત કરવામાં આવ્યું હતું. એશિયા કપની સફળતા બાદ હવે ટીમ ઈન્ડિયા 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચ રમશે. એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડીરાત્રે મુંબઈ એરપોર્ટ પર પહોંચી અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રોફી વિવાદ અંગે કેપ્ટન સૂર્યાએ કહ્યું હતું, પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો.

કેએલ રાહુલ અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓના સ્વાગત માટે રૂબી ચોકલેટ ફજ, હળદર અને પિસ્તા ફજ, ડાર્ક ચોકલેટ અને જરદાળુ ફજ, ખજૂર અંજીર રોલ અને પિસ્તા કોળુ બરફી સહિત ખાસ ક્યુરેટેડ ટ્રીટ્સથી સ્વાગત કરાયું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande