ભાવનગર રેલ ટિકિટ રિઝર્વેશન માટે મુસાફરનો મોબાઇલ નંબર ફરજિયાત
ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રેલ ટિકિટ રિઝર્વેશન કરાવતી વખતે મુસાફરો માટે પોતાનો મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે. ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ
ભાવનગર રેલ ટિકિટ રિઝર્વેશન માટે મુસાફરનો મોબાઇલ નંબર ફરજિયાત


ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રેલ ટિકિટ રિઝર્વેશન કરાવતી વખતે મુસાફરો માટે પોતાનો મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે.

ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવવાથી મુસાફરોને અનેક પ્રકારની સુવિધા મળશે. મુસાફરોને મોબાઇલ સંદેશ (SMS) દ્વારા ચાર્ટ બનતા પહેલા તથા ચાર્ટ તૈયાર થઈ ગયાં બાદની સ્થિતિની માહિતી તરત મળી જશે. જેથી તેઓને પોતાના આરક્ષિત કોચ અને સીટની માહિતી સમયસર પ્રાપ્ત થઈ શકશે.

રેલ પ્રશાસન દ્વારા મુસાફરોને રિઝર્વેશન ફોર્મ ભરતી વખતે મોબાઇલ નંબર લખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. તેના માટે સ્ટેશનો પર ઘોષણા પ્રણાલી દ્વારા નિયમિત માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ બુકિંગ ક્લર્કોને પણ આ સૂચના આપવામાં આવી છે કે ટિકિટ બનાવતી વખતે મુસાફરનો મોબાઇલ નંબર સિસ્ટમમાં દાખલ કરે અને મુસાફરોને મોબાઇલ નંબર આપવા માટે પ્રોત્સાહિત કરે. આ પગલું રેલવે દ્વારા મુસાફરોને સુવિધા પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande