-મેટા કંપનીએ નેપાળ સરકાર પાસેથી રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો માંગ્યા
કાઠમંડુ, નવી દિલ્હી, 05 સપ્ટેમ્બર (હિ.સ.): નેપાળ સરકારના આદેશ પર દેશના તમામ મોબાઇલ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સે તમામ સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ કરી દીધી છે. દેશમાં રજિસ્ટર્ડ ન થયેલી સોશિયલ મીડિયા સાઇટ્સ હવે નેપાળમાં કાર્યરત નથી.
નેપાળ સરકારે ગુરુવારે એક આદેશ જારી કરીને નેપાળમાં રજિસ્ટર્ડ ન થયેલી સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો। સરકારના આ નિર્દેશ બાદ નેપાળની તમામ મોબાઇલ કંપનીઓ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ એસોસિએશને સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ કરી દીધી છે. હવે નેપાળમાં ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ, ટ્વિટર, યૂટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ સહિત કુલ 26 સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ થઈ ગઈ છે. તમામ મોબાઇલ કંપનીઓ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીઓએ અલગ-અલગ નિવેદન બહાર પાડી સરકારના આદેશ મુજબ આ 26 સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ કરાઈ હોવાની માહિતી આપી છે.
આ દરમિયાન સરકારના માહિતી તથા સંચાર મંત્રાલયના પ્રવક્તા ગજેન્દ્ર ઠાકુરે જણાવ્યું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સની પેરેંટ કંપની મેટાએ નેપાળ સરકાર સાથે સંપર્ક સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. ઠાકુરે જણાવ્યું કે, મેટાના સિંગાપુર કાર્યાલયમાંથી મંત્રાલયમાં ફોન કરીને કંપની રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે.
હિંદુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ