'પરમ સુંદરી' બોક્સ ઓફિસ પર ઠંડી પડી
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની ''પરમ સુંદરી'' રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. 29 ઓગસ્ટે રિલીઝ થયેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મથી નિર્માતાઓને ઘણી આશાઓ હતી, પરંતુ ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી પહેલા જ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની 'પરમ સુંદરી' રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. 29 ઓગસ્ટે રિલીઝ થયેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મથી નિર્માતાઓને ઘણી આશાઓ હતી, પરંતુ ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી પહેલા જેવો પ્રતિસાદ મળી રહ્યો નથી. તેની કમાણી દરરોજ ઘટી રહી છે. હવે સાતમા દિવસનો કલેક્શન રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં વધુ એક ઘટાડો નોંધવામાં આવ્યો છે.

સૈકનિલ્કના રિપોર્ટ મુજબ, 'પરમ સુંદરી'એ, રિલીઝના સાતમા દિવસે ગુરુવારે 2.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે, 7 દિવસમાં ફિલ્મની કુલ કમાણી 39.85 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. લગભગ 45 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની સાથે, રેંજી પણીક્કર, સિદ્ધાર્થ શંકર, મનજોત સિંહ, સંજય કપૂર અને ઇનાયત વર્મા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે.

બોક્સ ઓફિસ પર, 'પરમ સુંદરી' હાલમાં ઋત્વિક રોશનની 'વોર 2' સાથે સ્પર્ધા કરી રહી છે. 5 સપ્ટેમ્બરના રોજ, ટાઇગર શ્રોફ અને સંજય દત્તની એક્શનથી ભરપૂર ફિલ્મ 'બાગી 4' પણ રિલીઝ થઈ છે, જેમાં સોનમ બાજવા અને હરનાઝ કૌર સંધુ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, વિવેક અગ્નિહોત્રીની 'ધ બંગાળ ફાઇલ્સ' પણ મોટા પડદા પર આવી છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા દિગ્ગજ કલાકારો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande