વોશિંગટન (અમેરિકા), નવી દિલ્હી, 05 સપ્ટેમ્બર (હિ.સ.): વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ શુક્રવારે રક્ષા વિભાગનું નામ બદલીને યુદ્ધ વિભાગ કરવાનો કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરશે. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સુધી જે નામ હતું તેને પુનઃસ્થાપિત કરીને સૈન્ય મિશનનું પુનર્ગઠન કરવાનો ટ્રમ્પનો વાયદો પૂર્ણ થશે.
‘દ ન્યુ યોર્ક ટાઈમ્સ’ના સમાચાર મુજબ આ પગલું, જેના વિશે થોડા સમયથી અપેક્ષા હતી, યુદ્ધ લડવાની ક્ષમતાનું પ્રદર્શન કરીને વધુ આક્રમક છબી રજૂ કરવાનો ટ્રમ્પનો હેતુ દર્શાવે છે. ટ્રમ્પ એ “જાગરૂકતા” કરતાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવું પસંદ કરે છે, જે અંગે તેમણે અને રક્ષા સચિવ પીટ હેગસેથે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનના કાર્યકાળ દરમિયાન સેનાના મનોબળ અને મિશન પર તેનો નકારાત્મક પ્રભાવ પડ્યો હતો.
ટ્રમ્પે સૌપ્રથમ ઓગસ્ટમાં ઓવલ ઓફિસમાં આ વિચાર રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, આ “ફક્ત વધુ સારું લાગે છે। મને લાગે છે કે આપણે એ જ તરફ પાછા જવું જોઈએ” તેમણે કહ્યું હતું કે નામ પરિવર્તનથી પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધોની યાદ તાજી થશે, જ્યારે દેશે જૂના નામ હેઠળ સંઘર્ષોમાં જીતનો રેકોર્ડ બનાવ્યો હતો। તેનાં આગળના મહિને, ‘ટ્રૂથ સોશ્યલ’ પોસ્ટમાં હેગસેથની પ્રશંસા કરતાં રાષ્ટ્રપતિએ તેમને “યુદ્ધ સચિવ” કહ્યું હતું.
રક્ષા વિભાગ અને રક્ષા સચિવનું નામ કોંગ્રેસના અધિનિયમો દ્વારા આપવામાં આવ્યું હતું. તેથી ટ્રમ્પનો આદેશ તરત જ અમલમાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી। સંભવિત નામ પરિવર્તન અંગે ઓગસ્ટમાં કરેલી ટિપ્પણીમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેને મંજૂરી મળી જશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ