પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના બાબુડી વિસ્તારમાં જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે માધવપુર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા બસીર બદુભાઈ મલિક,નાગજી ઉર્ફે રાજુ ભીખા ધમળ,સંજય મંગા ધમર, રાહુલ અરજન માવદિયા, વિકાસ પ્રવિણ માવદીયા, ભરત મસરી માવદીયા અને શૈલેષ ઉર્ફે ભોલો કરશના માવદીયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.12,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya