સોશિયલ મીડિયામાં સ્ત્રી મર્યાદાનું ઉલ્લઘન કરતી પોસ્ટ મુકનાર મહિલા સામે કાર્યવાહી
પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર શહેરના રોકડીયા હનુમાન વિસ્તારમો રહેતી એક મહિલા સોશ્યલ મિડીયા પર સ્ત્રી મર્યાદાનુ ઉલ્લઘન થાય તેવી પોસ્ટ મુકતા તેમની સામે ફરીયાદ નોંધવામા આવી છે. પોરબંદરના રોકડીયા હનુમાન વિસ્તારમાં રહેતી રફાઈ સાયરા આમદસાએ ઇન્સ્ટગ્
સોશિયલ મીડિયા સ્ત્રી મર્યાદા નું  ઉલ્લઘન કરતું પોસ્ટ મુકનાર મહિલા સામે કાર્યવાહી.


પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર શહેરના રોકડીયા હનુમાન વિસ્તારમો રહેતી એક મહિલા સોશ્યલ મિડીયા પર સ્ત્રી મર્યાદાનુ ઉલ્લઘન થાય તેવી પોસ્ટ મુકતા તેમની સામે ફરીયાદ નોંધવામા આવી છે. પોરબંદરના રોકડીયા હનુમાન વિસ્તારમાં રહેતી રફાઈ સાયરા આમદસાએ ઇન્સ્ટગ્રામ પર આઇડી બનાવી અને સ્ત્રી મર્યાદાનુ અપમાન થાય તેવા શબ્દો બોલી જાહેર પ્લેટફોર્મ ઉપર અન્ય વ્યકિતને સંબોધીને ખુબ જ અશ્લિલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા તેમની સામે સાયબર ક્રાઈમે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande