પોરબંદર જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો
પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર સહિત રાજયભરમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર જીલ્લામા છેલ્લા બે દિવસથી વરસાદી માહોલે જમાવટ કરી છે અને ઝાંપટા પડી રહ્યા છે. પોરબંદર શહેર અને જિલ્લામા આભમાં વાદળોની જમાવટ જોવા મળી રહી છે, પોરબંદર
પોરબંદર જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો.


પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર સહિત રાજયભરમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર જીલ્લામા છેલ્લા બે દિવસથી વરસાદી માહોલે જમાવટ કરી છે અને ઝાંપટા પડી રહ્યા છે. પોરબંદર શહેર અને જિલ્લામા આભમાં વાદળોની જમાવટ જોવા મળી રહી છે, પોરબંદર શહેરમા વ્હેલી સવારે વરસાદી ઝાંપટુ પડયુ હતુ. જયારે રાણાવાવ શહેરમા 7 મીમી વરસાદ પડયો હતો જેના પગલે માર્ગો ભીના થયા હતા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત તા. 19 અને 20 ઓગસ્ટના રોજ પોરબંદરમા 14 ઇંચ જેટલો વરસાદ પડયો હતો 15 દિવસના વિરમ બાદ ફરી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે, જેના પગલે પોરબંદર જીલ્લામા પણ વરસાદી મહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસ સતત વરસાદી મહોલના કારણે લોકોના આરોગ્ય પર અસર પડી રહી છે.વાયરલ ઈન્ફેકશનના દર્દીઓ જોવા મળી રહ્યા છે.સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande