ચંદ્રગ્રહણ દરમિયાન હરિમંદિરના કપાટ બંધ રહેશે
પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીહરિ મંદિરના મુખ્યાજી દ્વારા આપેલ માહિતી મુજબ આવતા તા. 07-09-2025, રવિવાર, ભાદ્રપદ સુદ પૂર્ણિમાના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું હોય શાસ્ત્રોકત નિયમોનુસાર શ્રીહરિ મંદિરના દર્શન સમયમાં ફેરફાર
ચંદ્રગ્રહણ દરમિયાન હરિમંદિરના કપાટ બંધ રહેશે


પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીહરિ મંદિરના મુખ્યાજી દ્વારા આપેલ માહિતી મુજબ આવતા તા. 07-09-2025, રવિવાર, ભાદ્રપદ સુદ પૂર્ણિમાના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું હોય શાસ્ત્રોકત નિયમોનુસાર શ્રીહરિ મંદિરના દર્શન સમયમાં ફેરફાર રહેશે.

ભાદ્રપદ સુદ પૂર્ણિમા પર થનાર ખગ્રાસ (સંપૂર્ણ) ચંદ્રગ્રહણ ભારત સહિત સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, લંડન, પેરિસ વગેરે દેશોમાં સ્પષ્ટ જોવા મળશે. તેથી ભારત સહિતના - દેશોમાં સૂતકકાળ માન્ય ગણાશે. સૂતક કાળ દરમ્યાન મંદિરમાં પૂજા અર્ચના જેવા ધાર્મિક કાર્યોનો નિષેધ હોવાથી મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે. શાસ્ત્રીય ગ્રંથ અનુસાર ગ્રહણના 9 કલાક પૂર્વે સૂતક લાગે છે. તેથી આ દિવસે સવારે સમય 11:58:21 થી ગ્રહણનો સૂતકકાળ શરૂ થશે. આ સમયથી મંદિરોમાં પૂજા-અર્ચના તથા તમામ શુભ કાર્યો નિષેધ રહેશે. સમયાનુસાર ગ્રહણ વિગત મુજબ ચંદ્ર ગ્રહણ સૂતકકાળ શરૂઆત સવારે સમય 11:58:21થી, ગ્રહણ સ્પર્શ (શરૂઆત) : રાત્રે 08:58:21 થી, ગ્રહણ મધ્ય : મધ્ય રાત્રે 11:43:43 થી તેમજ ગ્રહણ મોક્ષ (સમાપ્તિ) : મોડી રાત્રે 01:26:47થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ દરમ્યાન શ્રીહરિ મંદિરમાં દર્શન વ્યવસ્થા બાબતે મુખ્યાજી દ્વારા જણાવાયા મુજબ ચંદ્રગ્રહણના સૂતકકાળના પ્રારંભ થવાના લીધે તા.07-09-25, રવિવારે બપોરે 12:00 વાગ્યે શ્રીહરિ મંદિર દર્શન બંધ થશે. ત્યારબાદ ફરીથી બીજા દિવસે તા.08-09-25, સોમવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી સાથે દર્શનનો પ્રારંભ થશે.

ગ્રહણ દરમિયાન કરવાના ધાર્મિક કાર્યો બાબતે મુખ્યાજીએ જણાવ્યું હતું કે, ગ્રહણ દરમ્યાન જપ, ધ્યાન, સ્તોત્રપાઠ, મંત્રસાધના શાસ્ત્રોમાં અતિફળદાયક માનવામાં આવ્યું છે.તેમજ ગ્રહણ સમાપ્તિ બાદ સ્નાન, દાન, જપ કરવાથી પણ અનંત પુણ્ય ફળની પ્રાપ્ત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande