ચાસવડ દૂધ ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 15 ડિરેક્ટરોને 2.11 કરોડના ગોટાળામાં 86 ની નોટીસ
2.11 કરોડનો માલ એડવાન્સ લોકો પાસે લેણા નીકળે છે તેનો કોઈ અતોપતો જ નથી દોઢ વર્ષ પહેલા થયેલ અન્વેષણમાં આ ભ્રષ્ટાચાર પકડાયો હતો તેનો જવાબ પણ આપી નથી શક્યા આદિવાસી સમાજના નામે ચૂંટાયેલા વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપ- પ્રમુખ, સભ્યોના ગોટાળા કરોડો રૂપિ
ચાસવડ દૂધ ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 15 ડિરેક્ટરોને 2.11 કરોડના ગોટાળામાં 86 ની નોટીસ


ચાસવડ દૂધ ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 15 ડિરેક્ટરોને 2.11 કરોડના ગોટાળામાં 86 ની નોટીસ


ચાસવડ દૂધ ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 15 ડિરેક્ટરોને 2.11 કરોડના ગોટાળામાં 86 ની નોટીસ


2.11 કરોડનો માલ એડવાન્સ લોકો પાસે લેણા નીકળે છે તેનો કોઈ અતોપતો જ નથી

દોઢ વર્ષ પહેલા થયેલ અન્વેષણમાં આ ભ્રષ્ટાચાર પકડાયો હતો તેનો જવાબ પણ આપી નથી શક્યા

આદિવાસી સમાજના નામે ચૂંટાયેલા વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપ- પ્રમુખ, સભ્યોના ગોટાળા

કરોડો રૂપિયાના આ કૌભાંડની કાયદેસર તપાસ થશે ત્યારે જ ગરીબ આદિવાસી સભાસદોને ન્યાય મળશે

અમારો ચોખા વહીવટ છે કહેનારાઓને જ ગફલાની નોટીસો મળી રહી છે

ભરૂચ 07 સપ્ટેમ્બર (હિ.સ.)

શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ચાસવડની 1962 માં સ્થાપના કરી તેની નોંધણી જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ભરૂચ ખાતે થઈ હતી.જેના નિયમ અને પેટા નિયમ મુજબ બંધારણ બનાવી વહીવટ કરાતો હતો.પરંતુ છેલ્લા 3 વર્ષનું ઓડિટ કરાતા તેમાં કરોડોનો ભ્રષ્ટાચાર 17 જેટલા ડિરેક્ટરોએ મળીને કરતા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-1961 ની કલમ-86 મુજબની તપાસ કરવા માટે ભરૂચ જિલ્લા રજીસ્ટ્રાર પરેશ કણકોટીયાએ નોટીસ ફટકારી છે .

વી.એન. માવાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા અન્વેષણ કરતા ચાસવડ દૂધ મંડળીના તા.31/03/2024 અંતિત પાકા સરવૈયા મુજબ માલ એડવાન્સ ખાતે 2,11,31,560.44 રૂપિયા લેણાં બાકી નીકળે છે. મંડળી બાકીદારની યાદી અને કબુલાત પત્રકો મંડળીના મેનેજર,હોદેદારો પાસે હાફ માર્જીનથી અને મૌખિક સુચનાથી માંગેલ હતા. પરંતુ દોઢ વર્ષ ઉપરાંત સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી આ યાદી તેમજ પત્રકો આ આદિવાસી સમાજના નામે ચૂંટાયેલા વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપ- પ્રમુખ તેમજ સર્વે સભ્યો રજૂ કરી શક્યા નથી .

આથી ચાસવડ દૂધ ડેરીની મંડળીમાં માલ એડવાન્સ કેટલા સભાસદ ,બિન સભાસદ પાસે બાકી પડે છે અને આ રકમ કયારથી બાકી પડે છે તેમજ બાકીદાર પૈકી કેટલાં મુદતવીતી બાકીદાર છે તથા મુદ્દતવીતી બાકીદાર પાસેથી બાકી રકમ વસુલ કરવા માટે મંડળીના હોદેદારો, વ્યવસ્થાપક સમિતિ સભ્યો અને મેનેજરએ શું કાર્યવાહી કરી છે તે તમામ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ -1961 ની કલમ - 86 ની જોગવાઈ મુજબ તપાસ અને 17 ડિરેક્ટર અને મેનેજરને નોટિસ ફટકારી તેનો જવાબ 09/09/2025 સુધીમાં આપવા લેખિતમાં જણાવાયું છે.

જેમાં પૂર્વ પ્રમુખ કવિ વસાવા, પૂર્વ ઉપ - પ્રમુખ અરવિંદ વસાવા , પૂર્વ ઉપપ્રમુખના પત્ની વસંતાબેન વસાવા,હુનિયા વસાવા, અર્જુન વસાવા, રાકેશ ચૌધરી,

શંકર વસાવા, કાલુસિંગ વસાવા,ઉત્તમ ગામીત , રાકેશ વસાવા , રાયમલ વસાવા , ઠાકોર વસાવા, નારણ વસાવા, ગણેશ વસાવા , રંજનબેન વસાવા , વજુબેન વસાવા , પ્રવિણ વસાવા ,મેનેજર સુરેશ પટેલની ઉપર નોટીસો કાઢી તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ એજ જ છે જે કહેતા હતા કે અમે ચોખા વહીવટ કરીએ છીએ અને આજે એમના જ કરોડો રૂપિયાના ગફલાની કાયદેસર સરકારી નોટીસો મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande