સાવરકુંડલા-લીલિયામાં ભાજપનો શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો
અમરેલી ,7 સપ્ટેમ્બર (હિ.સ.): અમૃતવેલ ખાતે ભાજપનો શક્તિકેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ સંપન્ન: કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો મુખ્ય ઉદ્દેશ. અભ્યાસ વર્ગ થકી સંગઠનના પાયાના કાર્યકરોને સશક્ત બનાવવાનો પ્રયાસ. કાર્યકર્તા જ પક્ષની મૂડી’ - નેતાઓએ કાર્યકર્તાઓના સમર
સાવરકુંડલા-લીલિયામાં ભાજપનો શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો*


અમરેલી ,7 સપ્ટેમ્બર (હિ.સ.): અમૃતવેલ ખાતે ભાજપનો શક્તિકેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ સંપન્ન: કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો મુખ્ય ઉદ્દેશ. અભ્યાસ વર્ગ થકી સંગઠનના પાયાના કાર્યકરોને સશક્ત બનાવવાનો પ્રયાસ.

કાર્યકર્તા જ પક્ષની મૂડી’ - નેતાઓએ કાર્યકર્તાઓના સમર્પણને બિરદાવ્યું.

સાવરકુંડલા, ગુજરાત પ્રદેશ ની સૂચના છે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના શક્તિકેન્દ્ર સંયોજકો માટે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન અમૃતવેલ ગામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયક દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા-લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલિયા, દીપકભાઈ વઘાસિયા, સાગરભાઈ સરવૈયા, મહેન્દ્રભાઈ પનોત અને શરદભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તાલુકા અને શહેરના પ્રમુખો, હોદ્દેદારો અને સંયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાર્યકર્તા એ પક્ષની સાચી મૂડી છે. આ કાર્યકર્તાઓનું યોગ્ય ઘડતર જ સંગઠનને પણ સુદૃઢ બનાવે છે. આ પ્રશિક્ષણ વર્ગમાં શક્તિકેન્દ્ર સંયોજકોને પક્ષની નીતિઓ, કાર્યક્રમો અને સંગઠનાત્મક માળખા વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. આ અભ્યાસ વર્ગનો ઉદ્દેશ કાર્યકર્તાઓને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે જરૂરી તાલીમ આપવાનો હતો, જેથી તેઓ પક્ષના સંદેશને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડી શકે.

આવા અભ્યાસ વર્ગો થકી ભાજપ તેના પાયાના કાર્યકરોને સતત સશક્ત બનાવી રહ્યું છે, જે પક્ષની મજબૂતીનું મુખ્ય કારણ છે. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કાર્યકર્તાઓના ઉત્સાહ અને સમર્પણને બિરદાવ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande