નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.) 5 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ટાઇગર શ્રોફની ‘બાગી 4’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ બંગાળ ફાઇલ્સ’ને દર્શકો અને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે, ઓપનિંગ ડે પર ‘બાગી 4’એ બોક્સ ઓફિસ પર ‘દ બંગાળ ફાઇલ્સ’ કરતા સારી શરૂઆત કરી હતી. હવે બીજા દિવસની કમાણીના તાજા આંકડા સામે આવ્યા છે. તેમાં ‘બંગાળ ફાઇલ્સ’એ પહેલા કરતા સારું પ્રદર્શન કર્યું છે.
‘બાગી 4’ બોક્સ ઓફિસ રિપોર્ટ
પહેલા દિવસે જ્યાં ‘બાગી 4’એ ધમાકેદાર ઓપનિંગ સાથે 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યાં બીજા દિવસે ફિલ્મ વીકેન્ડનો પૂરતો ફાયદો ઉઠાવી શકી નથી. સૅકનિલ્કના પ્રારંભિક આંકડા અનુસાર ફિલ્મે શનિવારે માત્ર 9 કરોડ રૂપિયાનો ધંધો કર્યો. આ રીતે બે દિવસમાં ‘બાગી 4’ની કુલ કમાણી ભારતમાં 21 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં દેખાયા છે, જ્યારે પૂર્વ મિસ યુનિવર્સ હરનાજ સંધૂ અને સોનમ બજવા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
‘ધ બંગાળ ફાઇલ્સ’ બોક્સ ઓફિસ રિપોર્ટ
પહેલા દિવસે ‘દ બંગાળ ફાઇલ્સ’એ 1.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે ફિલ્મે થોડું આગળ વધતા 2.25 કરોડ રૂપિયાનો ધંધો કર્યો. આ રીતે ભારતમાં બે દિવસનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ફક્ત 4 કરોડ રૂપિયા સુધી જ પહોંચી શક્યું છે. ફિલ્મની કહાની બે યુગના બંગાળને રજૂ કરે છે—એક આઝાદી પહેલાંનો અને એક હાલનો સમય. તેમાં ડાયરેક્ટ એક્શન ડે, નોઆખાલી રમખાણો અને તે સમયમાં થયેલા હિંદુ નરસંહારને વિગતવાર દર્શાવવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ