ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે ખોડીયાર મંદિરે લોક મેળો અને લોકડાયરો યોજાશે
ગીર ગઢડા, 7 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે દેવાયત બોદર અને રાનવઘણ નો ઇતિહાસ ગાથાના માધ્યમથી દેશ-વિદેશમાં જાણીતું છે. ઇતિહાસના અમરપાત્રો અહીંના ખોડીયાર ધામમાં પૂજા કરતા હતા હાલ તો ખોડીયાર માતાજીના સાનિધ્યમાં ભવ્ય દેવાયત ધામ પણ આસ્થા ન
ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે ખોડીયાર મંદિરે લોક મેળો અને લોકડાયરો યોજાશે


ગીર ગઢડા, 7 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે દેવાયત બોદર અને રાનવઘણ નો ઇતિહાસ ગાથાના માધ્યમથી દેશ-વિદેશમાં જાણીતું છે. ઇતિહાસના અમરપાત્રો અહીંના ખોડીયાર ધામમાં પૂજા કરતા હતા હાલ તો ખોડીયાર માતાજીના સાનિધ્યમાં ભવ્ય દેવાયત ધામ પણ આસ્થા નું કેન્દ્ર બન્યું છે આ પાવનભૂમિ સમસ્ત બોડીદર ગામ આયોજિત ભવ્ય લોકમેળો યોજાશે.

અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે બોડીદર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે મહા આરતી નું આયોજન પણ કરવામાં આવ્યું છે આ ભગીરથ કાર્યમાં ધર્મ પ્રેમીજનતા બહોળી સંખ્યામાં ભાગ લેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande