ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજ માટે શક્તિ અને રાષ્ટ્ર ભક્તિનું એવું માધ્યમ બન્યું છે કે હિંદુ સમાજના ઉત્સવોમાં પણ સંઘ ચિંતન જોવા મળી રહ્યું ત્યારે હાલમાં સમગ્ર દેશમાં જયારે ગણેશજી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે કોડીનાર નગર ખાતે શહેરની મધ્યમાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર નજીક માળી શેરી, વકીલ શેરી, ગાંધી શેરી અને સમસ્ત કેશવ વસ્તીમાં બહોળી સંખ્યામાં સનાતન હિન્દુ સમાજ ઉપસ્થિત રહી અને શ્રી ગણેશજી મહોત્સવ અંતર્ગત પ્રતિવર્ષ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રી ગણેશજી મહોત્સવ નિમિત્તે સામાજિક ઉત્કર્ષ, સદભાવ અને સમરસતા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ખાસ પ્રસંગે બાળકો દ્વારા વેશભૂષા એ પણ એક આકર્ષણ જમાવ્યું હતું અને તેમાં જયારે બાળકો દ્વારા વેશભૂષા દર્શન, પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ભારત માતા કી જય જયકાર કરીને જયારે સંઘના ગણવેશ સાથે બાળ સ્વયંસેવક દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે તેઓ સમાજના દરેક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો. વિશ્વના સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત માતાના સેવામાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વર્ષ 1925 સંઘ સ્થાપના થી લઈને છેક 2025 સુધીના શતાબ્દી વર્ષ છે ત્યારે લોકોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે સ્નેહ,શ્રધ્ધા, સમર્પણ વિશેષ છે અને તેથી જ હવે સમાજના પ્રત્યેક ઉત્સવો, તહેવારો તથા વ્યવહારોમાં પણ સંઘના સંસ્કારોની ઝલક જોવા મળે છે.
વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સ્વયંસેવક સંઘના ગણવેશ સાથે નગરમાં સંચલન કરે છે અને રાષ્ટ્રનું અભિવાદન કરે છે ત્યારે નગરના કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકો દ્વારા કોડીનાર નગરમાં ઘર ઘર સુધી ગણવેશ વિષયક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે પારિવારીક સંસ્કાર બાળક તથા પરિવારના દરેક સભ્યોમાં સંસ્કારિત બીજ બાળ ઉત્સાહમાં પરિણમી તેનું ઉત્તમ દ્રષ્ટાંત કોડીનાર નગરના સનાતની હિન્દુ સમાજ દ્વારા જોવા મળ્યું હતું. આજના સુપરસ્ટાર સુપરમેન, મિકી માઉચ, કાર્ટૂન કેરેક્ટર બાળક માટે હમેશા આકર્ષણ રહ્યું ત્યારે સ્વદેશી અપનાવો અને સ્વ ગૌરવ સ્વ ભાષા, ભૂષા, જેવા સંઘ પંચ પરિવર્તન વિચાર આ દેશની પવિત્ર માટીમાં બાળ સ્વરૂપમાં સંઘ ગણવેશ સાથે અવતરણ થાય છે ત્યારે સ્વાભાવિક જ કોડીનાર નગરમાં ગણેશજી મહોત્સવ દરમ્યાન સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ