ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાળા ગીરની ડી એસ સી પબ્લિક સ્કૂલમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપક વિભાગના સહયોગથી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધોરણ 7 થી 12 સુધીના 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નિષ્ણાત એ વિદ્યાર્થીઓને આપત્તિ સમયે તાત્કાલિક પગલાં લેવાની ક્ષમતા વિકસાવમાટે માર્ગદર્શન આપ્યું હતું તેમને કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં સુરક્ષિત રહેવાદની પૂર્વ તૈયારી શીખવી પ્રાથમિક સારવાર આગથી બચવાની રીતો અને ભૂકંપ પૂર જેવી પરિસ્થિતિમાં જીવ બચાવવાની તકનીકોની તાલીમ આપી હતી શાળાના ટ્રસ્ટીઓ પ્રિન્સિપલ તથા શિક્ષક ગણ આ કાર્યક્રમ સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું શાળાના એશાબેન એ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ