ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હોય જેમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ જિલ્લા પ્રમુખ મંજુલાબેન મુછાર ના અધ્યક્ષ પદે કરવામાં આવેલ હતો સાથે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2025 કુલ આઠ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે.આ તકે કોડીનાર તાલુકાની નગડલા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રકાશભાઇ હમીરભાઇ વાઢેળનુ તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલ છે.
જે પ્રસંગે ખાસ ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પી.ડી. ટાંક જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ બોરીચા સાહેબ ,જિલ્લા નાયબ શિક્ષણાધિકારી એન. ડી અપારનાથી તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવેલ હતું જેમાં જુદા જુદા સંઘના હોદેદારોની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેલ જેમા ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ પ્રમુખ ડીડી મકવાણા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ વિનુભાઇ બારડ, કોડીનાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિલીપ વાળા, બી આર સી કો કોડીનાર વજુભાઈ જાદવ, બીટ કેની મહેશભાઇ વાઢેળ તેમજ રઘુવીરભાઇ દુધરેજીયા તેમજ શાળાના આચાર્ય અનિલભાઈ મોરી તેમજ સરપંચ કેશુભાઈ સોલંકી દ્વારા પ્રકાશભાઇ વાઢેળને વિશેષ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ