ગીર સોમનાથ કણજોતર ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટોની મરામતની માંગ
ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) કણજોતર ગામે વર્ષ 2015માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હેઠળ ગામની મુખ્ય બે અલગ જગ્યાઓએ સોલાર સ્ટ્રીટ લાઈટો ફીટ કરવામાં આવી હતી. ગામમાં રાત્રે ઉજાસ અને સુરક્ષા માટે આ લાઈટો ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. પરંતુ હાલ આશરે નવ વર્ષ વીતી
સોલાર સ્ટ્રીટ લાઈટોની


ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) કણજોતર ગામે વર્ષ 2015માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હેઠળ ગામની મુખ્ય બે અલગ જગ્યાઓએ સોલાર સ્ટ્રીટ લાઈટો ફીટ કરવામાં આવી હતી. ગામમાં રાત્રે ઉજાસ અને સુરક્ષા માટે આ લાઈટો ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.

પરંતુ હાલ આશરે નવ વર્ષ વીતી જતા બેટરીઓ બગડી જવાથી આ બંને સોલાર લાઈટો બંધ થઈ ગઈ છે. જો કે ગામની તમામ બજારો તથા અંદરના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો કાર્યરત છે જ, છતાં જો આ સોલાર સ્ટ્રીટ લાઈટોની રીપેરીંગ કરવામાં આવે તો ગામમાં વધુ ઉજાસ ફેલાઈ શકે છે.

ગામજનોએ જિલ્લા પંચાયત તથા સંબંધિત વિભાગને આ લાઈટોની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે જેથી લોકો માટે રાત્રે વધુ સુવિધા ઉપલબ્ધ થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande