ગીર સોમનાથ વાવડી (આદ્રી) ગામે થયેલ મર્ડરના આરોપીને પકડી પાડતી પ્રભાસ પાટણ પોલીસ
ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) ગઇ કાલ તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ ફરીયાદી-દિપકભાઇ સીદીભાઈ મેવાડા ઉ.વ.૪૭ ધંધો.ટ્રક ડ્રાઇવર રહે.વાવડી શિવ ભવાની પાન પાર્લરની બાજુમા તા.વેરાવળ વાળાના આખા મેવાડા કુંટુંબનાં નામથી આ કામના આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગાભાઇ
ગીર સોમનાથ વાવડી (આદ્રી) ગામે થયેલ મર્ડરના આરોપીને પકડી પાડતી પ્રભાસ પાટણ પોલીસ


ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) ગઇ કાલ તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ ફરીયાદી-દિપકભાઇ સીદીભાઈ મેવાડા ઉ.વ.૪૭ ધંધો.ટ્રક ડ્રાઇવર રહે.વાવડી શિવ ભવાની પાન પાર્લરની બાજુમા તા.વેરાવળ વાળાના આખા મેવાડા કુંટુંબનાં નામથી આ કામના આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગાભાઇ સોલંકી રહે.વાવડી વાળાએ મોબાઇલ ફોનમાં વીડીયો બનાવી સોશીયલ મીડીયામાં મુકી બદનામ કરતો હોય જેથી તા.૦૬/૦૯/૨૦૨૫ ના કલાક ૧૧/૪૫ વાગ્યાની આસપાસ વાવડી ગામ ભગીરથ પાન સેન્ટર નામની દુકાને તેને બોલાવી ઠપકો આપતા આરોપીએ મારી નાંખવાનાં ઇરાદે છરી વડે હુમલો કરી ફરીયાદીને તથા ફરીયાદીના કાકાનાં દિકરા ભાઈ રાજાભાઇ તથા રાણાભાઇ તથા ભત્રીજા પ્રવિણભાઇને શરીરે આડેધડ છરીનાં ઘા મારી ગંભીર ઇજાઓ કરી ભુંડી ગાળો કાઢી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીના કાકાનાં દિકરા રાણાભાઇ ભીખાભાઇ મેવાડાનું મોત નિપજાવી નાશી ગયેલ જે અનુસંધાને,

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ આ સદર બાબતે ગંભીરતા ધ્યાને લઇ આ નાશી ગયેલ ઇસમને પકડી પાડવા સુચના કરતા,

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણ સાહેબ માર્ગદર્શન મુજબ પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી, સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનિકલ રીસોર્સ તેમજ હ્યુમન રીસોર્સથી માહીતી એકત્ર કરી અલગ અલગ દીશાઓમાં તપાસ કરી નીચે જણાવેલ ઇસમને વાવડી (આદ્રી) ગામના વાડિ વિસ્તારથી ચમોડા તરફ જતા રસ્તા ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગાભાઇ સોલંકી ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે.વાવડી (આદ્રી) ગામ તા.વેરાવળ

ડીટેકટ કરેલ ગુન્હો

પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૪૨૫૦૭૧૬/૨૦૨૫-ભારતીય ન્યાય સહિંતા અધિનીયમ-૨૦૨૩ ની કલમ- ૧૦૩(૧),૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮, ૩૫૧(૨),૩૫૨ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણ તથા એ.એસ.આઇ. હિતેષભાઇ નોંધણભાઇ તથા પો.હેડ.કોન્સ. ફુલદિપસિંહ જયસિંહ તથા અરજણભાઇ મેસુરભાઇ તથા કુષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા પો.કોન્સ. પિયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ તથા રાજદિપસિંહ હમીરભાઇ તથા રાજેશભાઇ જોધાભાઇ તથા સુભાષભાઇ માંડાભાઇ તથા મહેશભાઇ ગીનાભાઇ તથા ટેક્નીકલ માહિતી પુરી પાડનાર ટીમ વિગેરે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande