વેરાવળની બોય્ઝ હાઈસ્કૂલ ખાતે અમારું વિદ્યાલય, અમારું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) “અમારું વિદ્યાલય, અમારું સ્વાભિમાન” કાર્યક્રમ ઉજવાયો હતો. જે અંતર્ગત સરકારી વેરાવળની બોય્ઝ હાઈસ્કૂલ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓનું શાળા સાથે ઉત્તમ જોડાણ થાય અને તેમના આંતરિક ગુણો વિક
વેરાવળની બોય્ઝ હાઈસ્કૂલ ખાતે અમારું વિદ્યાલય, અમારું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો


ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) “અમારું વિદ્યાલય, અમારું સ્વાભિમાન” કાર્યક્રમ ઉજવાયો હતો. જે અંતર્ગત સરકારી વેરાવળની બોય્ઝ હાઈસ્કૂલ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિધાર્થીઓનું શાળા સાથે ઉત્તમ જોડાણ થાય અને તેમના આંતરિક ગુણો વિકસે એવા ઉમદા હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાની આગેવાનીમાં સરકારી બોયઝ હાઇસ્કૂલ વેરાવળ ખાતે આ કાર્યક્રમ ઉજવાયો હતો.

શિક્ષક, વિદ્યાર્થી અને શાળા એમ શિક્ષણની ત્રિધ્રુવી પ્રક્રિયાનું મહત્વ સમજાવી જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થી જીવનમાં શાળા અને શિક્ષકોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે શાળા માત્ર સંસ્થા નહિ પરંતુ કેળવણી માટેનું તીર્થ છે એમ જણાવી શાળા તરફ હકારાત્મક વલણ રાખીને જીવનમાં આગળ વધવાના પાસાઓ સમજાવ્યાં હતાં.

આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સંકલ્પ લીધો હતો કે તેઓ સ્વચ્છતા, શિસ્ત તથા નિયમિતાના મૂલ્યોને જીવનમાં ઉતારશે. શાળાની પ્રગતિમાં પોતાનું યોગદાન આપશે અને પોતાની શાળાને ગૌરવનું સ્થાન અપાવશે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ આપણી શાળા-આપણું સ્વાભિમાન પ્રતિજ્ઞા લીધી હતી. સરકારી બોય્ઝ હાઇસ્કૂલના આચાર્ય વી.બી. ખાંભલા સહિત સમસ્ત શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગભેર જોડાયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande