મહેસાણા શહેરમાં એલ.પી. ફાઉન્ડેશન દ્વારા નિદાન કેમ્પ, જનસેવા થકી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ
મહેસાણા ,7 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેરમાં એલ.પી. ફાઉન્ડેશન (કાંતિભાઈ પટેલ, ખોડિયાર ગ્રુપ) દ્વારા પરસોત્તમભાઈ એલ. પટેલની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે “જનસેવા થકી શ્રદ્ધાંજલિ” કાર્યક્રમ અંતર્ગત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાજપ્રેમ અન
મહેસાણા શહેરમાં એલ.પી. ફાઉન્ડેશન દ્વારા નિદાન કેમ્પ, જનસેવા થકી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ


મહેસાણા ,7 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેરમાં એલ.પી. ફાઉન્ડેશન (કાંતિભાઈ પટેલ, ખોડિયાર ગ્રુપ) દ્વારા પરસોત્તમભાઈ એલ. પટેલની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે “જનસેવા થકી શ્રદ્ધાંજલિ” કાર્યક્રમ અંતર્ગત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાજપ્રેમ અને સેવાભાવના આ પ્રયાસ હેઠળ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં શહેર અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા.

આ કેમ્પમાં આંખોની તપાસ સાથે જરૂરી દવાઓ, માર્ગદર્શન તથા ભવિષ્યમાં થનારી સારવાર અંગેની માહિતી નિષ્ણાત ડોક્ટરો દ્વારા આપવામાં આવી. ખાસ કરીને વડીલ નાગરિકો અને ગરીબ વર્ગને આ કેમ્પથી મોટી રાહત મળી. એલ.પી. ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આરોગ્ય સંબંધિત સેવા કાર્યો દ્વારા પરસોત્તમભાઈની સ્મૃતિને જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

કેમ્પમાં સ્વયંસેવકો અને તબીબી સ્ટાફે સેવા આપી અને જનસેવાની ભાવના સાથે લોકોના આરોગ્ય માટે સક્રિય યોગદાન આપ્યું. મહેસાણા શહેરમાં યોજાયેલ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિએ સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો. આ કેમ્પ દ્વારા પરસોત્તમભાઈ એલ. પટેલની પુણ્યતિથિને સાચા અર્થમાં જનસેવા રૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande