જૂનાગઢ 7 સપ્ટેમ્બર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર દ્વારા સંચાલિત “જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા” યોજાઈ હતી.
આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા ની કૃતિઓમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યના ખૈલેયાએ બહોળી સંખ્યામાં ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા,કોર્પોરેટર પુંજાભાઈ સિસોદિયા, યોગીભાઈ પઢીયાર,જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ નીતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર, નિલેશભાઇ સોનારા, સદસ્યશ્રી માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત રાજય અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખ જીગ્નેશભાઇ ચાવડા ખૈલેયાઓને પ્રોત્સાહીત કરવા માટે ઉપસ્થીત રહ્યા હતા. આ સ્પર્ધાની પ્રથમ વિજેતા ટીમો રાજ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા જશે અને જૂનાગઢનું પ્રતિનીધિત્વ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ