જુનાગઢ પ્રાદેશિક કમિશનરની વંથલી નગરપાલિકાની મુલાકાત: વિકાસકાર્યોની વ્યાપક સમીક્ષા
જુનાગઢ 7 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ,પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન, ધવલ પંડ્યા દ્વાર વંથલી નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી કામો, આગામી આયોજન, સ્વછતા, ભૂગર્ભ ગટરના કામ, આઇકોનિક રોડ યોજના અંતર્ગત પૂર્ણ થય
વિકાસકાર્યોની વ્યાપક સમીક્ષા


જુનાગઢ 7 સપ્ટેમ્બર (હિ.સ.)

જૂનાગઢ,પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન, ધવલ પંડ્યા દ્વાર વંથલી નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી કામો, આગામી આયોજન, સ્વછતા, ભૂગર્ભ ગટરના કામ, આઇકોનિક રોડ યોજના અંતર્ગત પૂર્ણ થયેલ માણાવદર રોડથી સ્ટેશન ગેટ રોડ નવીનીકરણના કામની, ગુબેડી નદી પર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પુલની, ઘન કચરાના નિકાલની ડમ્પ સાઇટની, મુખ્યમંત્રી શહેરી ઉદ્યાન યોજના અંતર્ગત બગીચો બનાવવા માટે ફોરેસ્ટ વિભાગને નગરપાલિકા દ્વારા સોંપવામાં આવેલ જગ્યાની, અમૃત 2 યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામની, પીવાના પાણીના શુધ્ધિકરણ માટેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યાની વગેરે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને પ્રગતિ હેઠળના તેમજ આયોજન હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત માંગરોળ અને ચોરવાડ નગરપાલિકાની ઘન કચરાના નિકાલ માટેની સૂચિત જગ્યાની સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી.

વંથલી નગરપાલિકા ખાતે ભૂગર્ભ ગટર યોજના ભાગ 2 ના કામ અંગે વંથલી પાલિકા પ્રમુખ અને સભ્યો, ચીફ ઓફિસર, પાલિકા ઇજનેરની મિટિંગ લેવામાં આવી હતી અને કામ શરૂ કરવા ચીફ ઓફિસરને સૂચના આપી હતી. આ કામની સાથે વંથલી ખાતે વર્ષ ૨૦૧૬માં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટર ભાગ ૧ના મરામતની કામગીરી પણ લેવામાં આવેલ હોય સ્થાનિકો દ્વારા પ્રથમ જુની લાઈનોનું મરામત કામ કરવા અને ત્યારબાદ નવું કામ શરૂ કરવાની રજૂઆતને ધ્યાને લઈ તે મુજબ આયોજન કરવા જણાવ્યું.

માણાવદર રોડથી સ્ટેશન ગેટ સુધીના રોડ નવીનીકરણ કામની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં ફોલ્ડિંગ દિવાલ, ભીંતચિત્રો, સ્ટ્રીટલાઇટ, 'આઈ લવ વંથલી બોર્ડ', વૃક્ષારોપણ, બાંકડાઓ, એલ. ઈ. ડી. સ્ક્રીન, બગીચાની જાળી વગેરે કામો લેવામાં આવેલ છે. ત્યારબાદ નગરપાલિકા દ્વારા બનાવેલ ગુબેડી નદી પરના બ્રિજ ની મુલાકાત લેવામાં આવી હતી, આ બ્રીજની યોગ્ય જાળવણી કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

બાદમાં ઘન કચરાના નિકાલ માટેની ડમ્પ સાઇટની સ્થળ વિઝિટ કરવામાં આવી હતી અને અહીં સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના પ્રોસેસિંગ પ્લાન્ટના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી અને આ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાઇટની નજીકમાં જ નગરપાલિકા દ્વારા ગંદા પાણીના શુધ્ધિકરણ માટેના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરેલ હોય અને આ કામનો સમાવેશ ભૂગર્ભ ગટર યોજના ભાગ ૨ માં કરવામાં આવેલ હોય તેની સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પણ શરૂ કરવા અને તેમાં આવક અને જાવકની લાઇનોમાં ફલો મીટર લગાવવા સૂચના આપવામાં આવી હતી.

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક મુખ્યમંત્રી શહેરી ઉદ્યાન યોજના હેઠળ બગીચો બનાવવાના કામની જમીન આવેલી છે, આ બગીચો ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવનાર છે, હાલ અહીં પાણી ભરાવાની સમસ્યા હોય કમિશનર દ્વારા પાલિકા ઇજનેને ખુલી ડ્રેઇન અથવા પાઇપ ડ્રેઇન થકી આ પાણી અંદાજે ૬૦ મીટર દૂર આવેલ કોઝ વે જાય તે માટે આયોજન કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ નગરપાલિકા દ્વારા આયોજિત પીવાના પાણીના શુધ્ધિકરણ માટેના પ્લાન્ટની જગ્યાની સાઇટ વિઝિટ કરી હતી. અહીં જગ્યાનો પ્રશ્ન હોય ચીફ ઓફિસરને નિરાકરણ કરવા જણાવ્યું, ઉપરાંત અહીં આવેલ જૂના અવેડા આસપાસ ગંદકી હોય આ જગ્યાનું નવીનીકરણ કરવા અને બીજી બાજુથી પણ ગાયો પાણી પી શકે તેવું આયોજન કરવા જણાવ્યું.

આ ઉપરાંત નગરપાલિકામાં વેરા વસૂલાત વધારવા, નગરપાલિકા શિક્ષણ સમિતિની જુની સ્કૂલની જગ્યાએ નવી સ્કૂલ બનાવવાનું આયોજન કરવા, વરસાદને લીધે નુકસાન પામેલ રસ્તાઓ રિપેરિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી વંથલી નગરપાલિકાની સ્થાપના તા.૧૫/૦૪/૧૯૯૪ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી ૧૮૧૩૬ છે. તેમજ નગરપાલિકામાં ૬ વોર્ડ આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande