અમરેલી ખાતે બિલ્ડર એસોસિયેશનની યોજાઈ મિટિંગ
અમરેલી 7 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી ખાતે બિલ્ડર એસોસિયેશનની મિટિંગ યોજાઈ. આ મિટિંગમાં જિલ્લામાં કાર્યરત બિલ્ડરો તેમજ સંકળાયેલા કોન્ટ્રાક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે સ્થાનિક સ્તરે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઊભી થતી સમસ્ય
આજરોજ અમરેલી ખાતે બિલ્ડર એસોસિયેશનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું


અમરેલી 7 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી ખાતે બિલ્ડર એસોસિયેશનની મિટિંગ યોજાઈ. આ મિટિંગમાં જિલ્લામાં કાર્યરત બિલ્ડરો તેમજ સંકળાયેલા કોન્ટ્રાક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે સ્થાનિક સ્તરે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઊભી થતી સમસ્યાઓ, સરકારની નવી નીતિઓ તથા બિલ્ડર સમાજની એકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

એસોસિયેશનના અધ્યક્ષે જણાવ્યું કે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે બિલ્ડરોનો ફાળો મહત્વપૂર્ણ છે, પરંતુ વધતા કાચામાલના ભાવ, મજૂરોની અછત તથા પરવાનગી સંબંધિત કાગદપત્રોની જટિલ પ્રક્રિયા કારણે બિલ્ડરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ ઉપરાંત, શહેરના વિકાસ આયોજનમાં બિલ્ડરોને સાથે રાખીને કામ કરવામાં આવે તે જરૂરી છે, જેથી લોકોને ગુણવત્તાસભર અને સસ્તા દરે મકાન ઉપલબ્ધ થઈ શકે.

મિટિંગમાં યુવા બિલ્ડરો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો તેમજ આગામી સમયમાં સરકાર સમક્ષ વિવિધ રજૂઆતો કરવા રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું. બિલ્ડરો વચ્ચે સહકાર અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા ખાસ સમિતિની રચના પણ કરવામાં આવી. આમ, મિટિંગમાં વિકાસ સાથે સાથે સમાજની જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande