અમરેલી,7 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, શહેરના મુખ્ય રસ્તાઓ અને માર્ગો પર રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. નાગરિકોને ઓછું વિઘ્ન પડે અને ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે માટે આ કામગીરી રાત્રિના સમયે યોજાઈ હતી.
મહાનગરપાલિકાના સફાઈ વિભાગ દ્વારા અદ્યતન વાહનો અને મશીનોની મદદથી ધૂળ-કચરો દૂર કરવામાં આવ્યો. ખાસ કરીને સ્ટેશન રોડ, બજાર વિસ્તાર, મુખ્ય ચોરાહા અને વ્યસ્ત માર્ગો પર વિશેષ ધ્યાન અપાયું. કચરો એકત્રિત કરવા સાથે જ રોડની ધોઈ-ધડાઈ પણ કરવામાં આવી જેથી સ્વચ્છતા સાથે ધૂળ પ્રદૂષણમાં ઘટાડો થાય.
આ અભિયાનમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ, સ્વચ્છતા દળ અને મશીનરીએ મળી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં આ કામગીરી નિયમિત રૂપે ચાલુ રાખવામાં આવશે.
શહેરવાસીઓએ પણ પાલિકાની આ કામગીરીની પ્રશંસા કરી અને નાગરિક તરીકે સ્વચ્છતા જાળવવા સહયોગ આપવાની અપીલ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR