પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરે બ્લડ મૂન અવલોકન માટે વિશેષ કાર્યક્રમ
પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 7 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડ મૂન) નિમિત્તે વિશેષ અવલોકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપ
પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરે બ્લડ મૂન અવલોકન માટે વિશેષ કાર્યક્રમ


પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 7 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડ મૂન) નિમિત્તે વિશેષ અવલોકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત આ સેન્ટર લોકોમાં વિજ્ઞાનની રુચિ અને જ્ઞાન વધારવાનું કાર્ય કરે છે.

આ કાર્યક્રમમાં સહભાગીઓને પૃથ્વી, ચંદ્ર અને બ્લડ મૂન વિશે નિષ્ણાતો દ્વારા સમજ આપવામાં આવશે. ઉપરાંત ચંદ્રગ્રહણ પર આધારિત વૈજ્ઞાનિક ફિલ્મ દર્શાવવામાં આવશે. ચંદ્રયાન મિશનના આધારે ચિત્ર સ્પર્ધા તેમજ ચંદ્રગ્રહણ વિષયક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે.

ટેલિસ્કોપની મદદથી સહભાગીઓને ચંદ્રગ્રહણનું જીવંત અવલોકન કરાવવામાં આવશે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનમાં રુચિ ધરાવનાર તમામ લોકો આ અલૌકિક અવકાશી ઘટનાનો અનુભવ લેવા આમંત્રણ આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande