કીવ, નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.): રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરતા શનિવારની મોડીરાતથી રવિવાર સવાર સુધીમાં 805 ડ્રોન અને 13 મિસાઇલ દાગી. આ હુમલામાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. રશિયન હુમલામાં એવું પ્રથમ વખત બન્યું છે કે યુક્રેન સરકારની મુખ્ય ઇમારતોને પણ નિશાન બનાવવામાં આવી. ફાયર બ્રિગેડના કર્મચારીઓને આ બધી ઇમારતોમાં લાગી ગયેલી આગ બુઝાવતાં જોવામાં આવ્યા અને આખા શહેરમાં અફરાતફરીનું વાતાવરણ હતું.
કીવ પોસ્ટ મુજબ રશિયન સેનાએ દાવો કર્યો છે કે યુક્રેનની વાયુ રક્ષા પ્રણાલીએ 751 લક્ષ્યોને રોક્યા અથવા નિષ્ક્રિય કર્યા, પરંતુ મિસાઇલ અને ડ્રોનથી દેશભરમાં 37 જગ્યાએ હુમલા કરવામાં આવ્યા, જેના કારણે અનેક સ્થળોએ આગ લાગી ગઈ. આ હુમલામાં અનેક આવાસીય તથા વહીવટી ઇમારતો નષ્ટ થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પ્રથમવાર એવું બન્યું છે કે સરકારના મુખ્યાલય પર થયેલા હુમલામાં કેબિનેટ ભવનમાં આગ લાગી ગઈ.
યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયાની તરફથી આખી રાત આવા હુમલાઓનો સિલસિલો ચાલુ રહ્યો. હુમલાની શરૂઆત ડ્રોનથી થઈ, જે પછી મિસાઇલ હુમલામાં ફેરવાઈ. રશિયાના આ હુમલાઓ દરમિયાન ભારે દહેશત અને અફરાતફરીની સ્થિતિ જોવા મળી. દેશભરમાં એર એલર્ટ વગાડવામાં આવ્યું અને નાગરિકોને તરત સુરક્ષિત સ્થળોએ જવા કહેવામાં આવ્યું. ફાયર બ્રિગેડ કર્મચારીઓ અને રાહત દળોને મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી જગ્યાએ-જગ્યાએ લાગી ગયેલી આગને બુઝાવતાં જોવામાં આવ્યા.
યુક્રેન પર રશિયાનો આ હુમલો ત્યારે થયો છે, જ્યારે વિવિધ સ્તરે લગભગ ત્રણ વર્ષથી ચાલતા આ યુદ્ધને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વચ્ચે ફ્રાંસ અને બ્રિટનના નેતૃત્વમાં 24 દેશોએ યુદ્ધ સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ દળમાં જોડાવાની વાત કરી છે. કીવનું કહેવું છે કે આવા સુરક્ષા કરારો ત્યારે જ કારગર બનશે, જ્યારે પશ્ચિમી સૈનિકો તેમાં સામેલ થશે, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ પર રાજી થવામાં સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બંને પક્ષો વચ્ચે શાંતિ વાર્તાના દાવા કરતા રહ્યા છે, પરંતુ હાલના હુમલાઓ બતાવે છે કે શાંતિ વાર્તામાં કોઈ પ્રગતિ થતી નથી દેખાતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / સુનીત નિગમ
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ