ધારીના અમરેલી રોડ પર એસટી બસનો અકસ્માત: ત્રણ કારને હડફેટે લઈ 7 ઇજાગ્રસ્ત
અમરેલી 7 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ ધારીના અમરેલી રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ મહુવા–ધોરાજી રૂટ પર દોડતી એસટી બસ ચાલકે ઓવરસ્પીડમાં વાહન હંકારતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બસે સામે જઈ રહેલી ત્રણ કારને હડફેટે લીધી.
ધારીના અમરેલી રોડ પર એસટી બસનો અકસ્માત : ત્રણ કારને હડફેટે લઈ 7 ઇજાગ્રસ્ત


અમરેલી 7 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ ધારીના અમરેલી રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ મહુવા–ધોરાજી રૂટ પર દોડતી એસટી બસ ચાલકે ઓવરસ્પીડમાં વાહન હંકારતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બસે સામે જઈ રહેલી ત્રણ કારને હડફેટે લીધી. આ ઘટના બાદ એકાએક લોકોમાં ચકચાર મચી ગઈ હતી.

આ અકસ્માતમાં કુલ 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સદનસીબે તમામને સામાન્ય ઇજાઓ થઈ છે અને તેમને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતની જાણ થતાં જ ધારી પોલીસ તંત્ર ઝડપથી સ્થળ પર દોડી આવ્યું અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી. બસ ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવા બદલ પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે અમરેલી રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં ટ્રાફિક નોર્મલ કરવામાં આવ્યો.

સ્થાનિક લોકોએ આવી ઘટનાઓ ન બને તે માટે એસટી તંત્રે બસ ચાલકોને સાવચેત કરવાની માંગણી પણ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande