સુરતમાં ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.): બિહારમાં કોંગ્રેસ અને આરજેડી દ્વારા જાહેર મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી અંગે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવતા સુરતમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્ર
ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન


સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.): બિહારમાં કોંગ્રેસ અને આરજેડી દ્વારા જાહેર મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી અંગે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવતા સુરતમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપ સુરત મહાનગરના પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અઠવાલાઈન્સ ખાતે ઈચ્છાનાથ મહાદેવ મંદિર પાસે ધરણા યોજી કલેકટર આવેદન પત્ર પણ આપવામાં આવ્યું. મહિલા મોરચાની અધ્યક્ષ શીલાબેન તારપરાએ જણાવ્યું કે – “માતા ઈશ્વર સમાન છે. ‘માતૃદેવો ભવ’ એ આપણું મૂલ્ય છે, પરંતુ કોંગ્રેસે જાહેરમાં અપમાનજનક ટિપ્પણી કરી છે. તેના બદલ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસે માફી માંગવી જોઈએ.”

ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે આ માત્ર મોદીની માતાનો નહીં, પરંતુ સમગ્ર ભારતની માતાઓનો અપમાન છે અને રાજકારણ માટે માતા-પિતાને અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. મેયર દક્ષેશ માવાણીએ પણ જણાવ્યું કે – “માતા-પિતા આપણા જીવનની પ્રેરણા છે, તેમનો અપમાન સ્વીકાર્ય નથી.”

વિરોધ કાર્યક્રમમાં મહામંત્રી કિશોરભાઈ બિંદલ, ઉપપ્રમુખ પંકજ દેસાઈ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં મહિલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande