અમરેલી 8 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના ધારી વિધાનસભા વિસ્તારમાં તરસીંગડા ખાતે લાયન્સ ડેન રિસોર્ટ પર ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપના નેતાઓએ હાજરી આપીને કાર્યકર્તાઓને સંગઠનના મૂલ્યો, કાર્ય પદ્ધતિ અને ભવિષ્યના સંકલ્પ અંગે માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમમાં જણાવાયું કે પ્રશિક્ષણ વર્ગ દ્વારા કાર્યકર્તાઓનું ઘડતર થાય છે અને સંગઠન મજબૂત બને છે. સંગઠનનો વિકાસ તળિયાના કાર્યકર્તાઓના સમર્પણ અને એકતા પર આધારિત છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે દરેક કાર્યકર્તા પક્ષના વિચારધારા સાથે સમાજ સેવા માટે અડગ રહી કાર્ય કરે, તો સંગઠન વધુ સશક્ત બનશે.
ધારી વિધાનસભા ક્ષેત્રના વિવિધ શક્તિ કેન્દ્રોના સંયોજકો અને કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્ગ દરમિયાન પક્ષની આગાહી, ચૂંટણી વ્યવસ્થાપન, સામાજિક જોડાણ અને પ્રચારના નવનવા માધ્યમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રશિક્ષણ વર્ગ દ્વારા ભાજપે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓમાં નવી ઊર્જા પ્રેરવા સંકલ્પ કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai