ગીર સોમનાથ- “શિક્ષણ સાથે રોજગાર, નોકરીની તક અપાર“ વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો
ગીર સોમનાથ ,8 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ તથા પ્લેસમેન્ટ સેલ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સરકારી વિજ્ઞાન કોલેજના કેમ્પસમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રોજગારની તકો પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થવાનો
શિક્ષણ સાથે રોજગાર,


ગીર સોમનાથ ,8 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ તથા પ્લેસમેન્ટ સેલ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સરકારી વિજ્ઞાન કોલેજના કેમ્પસમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રોજગારની તકો પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થવાનો હતો.

આ કેમ્પમાં જાણીતી કંપની એલ.આઇ.સી. ઑફ ઇન્ડિયા વેરાવળ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વગેરે જોડાયા હતા. કંપનીના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરી હતી તથા રોજગાર માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પ્લેસમેન્ટ કેમ્પમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તેમજ ગત વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ મળીને આશરે ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ આ કેમ્પસ પ્લેસમેન્ટનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓએ કેમ્પ દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા સાથે પોતાનો આત્મવિશ્વાસ પણ વધાર્યો હતો.

આ સમગ્ર પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. સ્મિતા બી છગના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ ઓફિસર ડૉ. મનોજકુમાર એફ. ધડૂક, ડૉ. સચિન એમ. સીતાપરા અને જયદીપ બી. ઝાલાના સક્રિય સંકલન અને પરિશ્રમથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓએ સમયાંતરે આવા રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન થાય તેવી લાગણી વ્યકત કરી હતી. જેથી શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે રોજગારની તકો પણ વધે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande