મનસા દેવી પહાડી પરથી કાટમાળ પડવાથી, હરિદ્વાર-દહેરાદૂન રેલ માર્ગ અવરોધિત, ઘણી ટ્રેનો રદ
હરિદ્વાર, નવી દિલ્હી,8 સપ્ટેમ્બર (હિ.સ.) ભારે વરસાદને કારણે સોમવારે સવારે ભીમગોડા કાલી મંદિર નજીક, રેલ્વે ટ્રેક પર મનસા દેવી ટેકરી પરથી અચાનક ભારે કાટમાળ પડવાથી રેલ ટ્રાફિક અવરોધિત થયો છે. રેલ ટ્રેક અવરોધિત થવાને કારણે ટ્રે
હરિદ્વાર


હરિદ્વાર, નવી દિલ્હી,8 સપ્ટેમ્બર

(હિ.સ.) ભારે વરસાદને કારણે સોમવારે સવારે ભીમગોડા કાલી મંદિર નજીક, રેલ્વે ટ્રેક

પર મનસા દેવી ટેકરી પરથી અચાનક ભારે કાટમાળ પડવાથી રેલ ટ્રાફિક અવરોધિત થયો છે.

રેલ ટ્રેક અવરોધિત થવાને કારણે ટ્રેનો રદ કરવામાં આવી છે.

હરિદ્વાર રેલ્વે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમારે

જણાવ્યું હતું કે,” સોમવારે સવારે માટી અને ખડકોના કાટમાળને કારણે ભીમગોડા રેલ્વે

ટનલ નજીક, રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ટ્રેક પર અવરોધને કારણે ઘણી

ટ્રેનો મુલતવી રાખવી પડી હતી અને ઘણી ટ્રેનોને જ્વાલાપુર સ્ટેશન પર બંધ કરવી પડી

હતી. આમાં ઋષિકેશ-કોચ્ચીવલી એક્સપ્રેસ, હાવડા-ઋષિકેશ એક્સપ્રેસ, અમૃતસર-દહેરાદૂન એક્સપ્રેસ અને ઋષિકેશ-હરિદ્વાર પેસેન્જર

સહિતની ઘણી ટ્રેનોનો સમાવેશ થાય છે.”

તેમણે કહ્યું કે,” કાટમાળને કારણે દેહરાદૂન-હરિદ્વાર અને

ઋષિકેશ રેલ માર્ગ પર ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ છે. રેલ્વે વિભાગની ટીમ કાટમાળ

દૂર કરવામાં વ્યસ્ત છે.”

કાલી મંદિર પાસેના આ ભૂસ્ખલનથી મંદિરને પણ આંશિક અસર થઈ હતી

અને મંદિરની બહાર આવેલા નાના શિવ મંદિરને નુકસાન થયું હતું, પરંતુ ગુફા

મંદિરને કોઈ નુકસાન થયું ન હતું. આ સ્થળે કાટમાળને કારણે રેલ વ્યવહાર પહેલા પણ ઘણી

વખત ખોરવાઈ ગયો છે. અગાઉની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, રેલવેએ આ સ્થળે, લોખંડની જાળી લગાવી છે, જેના કારણે

કાટમાળ રસ્તા પર આવ્યો નથી.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. રજનીકાંત શુક્લા / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande