શ્રીનગર, નવી દિલ્હી,08 સપ્ટેમ્બર
(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર વન વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં
એક આતંકવાદી માર્યો ગયો છે જ્યારે એક સેના અધિકારી ઘાયલ થયો છે.
સેનાએ તેના એક્સપર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે,” પોલીસ
પાસેથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ગુદ્દર જંગલમાં સંયુક્ત સર્ચ ઓપરેશન
શરૂ કરવામાં આવ્યું હતું. સતર્ક સૈનિકોએ, શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને પડકાર
ફેંકવામાં આવતા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. આ પછી, સામસામો ભીષણ ગોળીબાર થયો.”
પોસ્ટના અનુસાર, “આ સમય દરમિયાન, એક આતંકવાદી માર્યો ગયો અને એક
જુનિયર કમિશન્ડ ઓફિસર ઘાયલ થયો છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.......”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ