નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ
'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર
અભિયાન' શરૂ કરશે. 17 સપ્ટેમ્બર
વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ
સોમવારે, એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે,” આ અભિયાન હેઠળ, દેશભરના આયુષ્માન
આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય
કેન્દ્રો અને અન્ય આરોગ્ય સંસ્થાઓમાં 75,000 આરોગ્ય શિબિરોનું, આયોજન કરવામાં આવશે. આ
શિબિરોમાં, મહિલાઓ અને
બાળકોની વિશેષ આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, સેવાઓ પૂરી પાડવામાં આવશે.જે સરકારના
સમાવેશી આરોગ્ય સંભાળના સ્વપ્નને સાકાર કરશે.”
“આ ઉપરાંત, તમામ આંગણવાડીઓમાં 'પોષણ મહિ' ઉજવવામાં આવશે, જેનો હેતુ પોષણ, આરોગ્ય જાગૃતિ અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રયાસો, સ્વસ્થ પરિવારો અને મજબૂત સમુદાયોના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલાં
લેશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો
છે, તેમની સારી પહોંચ, ગુણવત્તાયુક્ત
સંભાળ અને જાગૃતિ સુનિશ્ચિત કરવાનો છે.”
નડ્ડાએ તમામ ખાનગી હોસ્પિટલો અને આરોગ્ય ક્ષેત્રના
ભાગીદારોને આગળ આવવા અને આ જનભાગીદારી અભિયાનનો અભિન્ન ભાગ બનવા વિનંતી કરી. 'ઇન્ડિયા ફર્સ્ટ' ની ભાવનાથી
પ્રેરિત થઈને, ચાલો આપણે બધા એક
વિકસિત ભારત બનાવવા માટે આપણા સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવીએ.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ