જાફરાબાદના બલાણા ગામે દુઃખદ ઘટના: યુવતીએ નસ કાપતાં મોત
અમરેલી , 8 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે એક દુઃખદ ઘટના બની હતી. ગામની યુવતી દક્ષાબેન બારૈયાએ અગમ્ય કારણોસર હાથમાં છરી વડે નસ કાપી નાખી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પરિવારજનો દ્વારા યુવતીને જાફરાબાદ હોસ્પિટલ લઈ જવામ
જાફરાબાદના બલાણા ગામે દુઃખદ ઘટના: યુવતીએ નસ કાપતાં મોત


અમરેલી , 8 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે એક દુઃખદ ઘટના બની હતી. ગામની યુવતી દક્ષાબેન બારૈયાએ અગમ્ય કારણોસર હાથમાં છરી વડે નસ કાપી નાખી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પરિવારજનો દ્વારા યુવતીને જાફરાબાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ દક્ષાબેનનું મોત થયું હતું.

યુવતીએ આ પગલું કયા કારણે ભર્યું તેની સ્પષ્ટ માહિતી હજુ સામે આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના આત્મહત્યાનો પ્રયાસ લાગી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુન્હો નોંધ્યો છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે. ગામમાં યુવતીના આ અચાનક મોતથી શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો અને પરિવારજનોને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. પોલીસે જણાવ્યું કે પરિવારજનોના નિવેદન તેમજ પરિસ્થિતિના આધારે તપાસ આગળ વધારવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande