બાગાયતની વિવિધ યોજનાઓ માટેની અરજીઓ, ૩૧ જાન્યુઆરી સુધીમાં જમા કરાવવી
ગીર સોમનાથ ૦1 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રોને બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વર્ષ: ૨૦૨૫–૨૬ માટે આઇ - ખેડૂત પોર્ટલ
બાગાયતની વિવિધ યોજનાઓ માટેની અરજીઓ, ૩૧ જાન્યુઆરી સુધીમાં જમા કરાવવી


ગીર સોમનાથ ૦1 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રોને બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વર્ષ: ૨૦૨૫–૨૬ માટે આઇ - ખેડૂત પોર્ટલ ખૂલ્લું મુકવામાં આવ્યું છે.

જે ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરેલી છે, તેમણે અરજીની નકલ સાથે મંજૂરીપત્રમાં દર્શાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અપલોડ કરી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે તારીખ : ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં બીનચૂક જમા કરાવવાના રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande