નવસારીમાં નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
નવસારી, 01 જાન્યુઆરી (હિ.સ.): નવસારી જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પડેલા માવઠાંએ શિયાળાની ઋતુમાં હવામાનમાં પલટો લાવ્યો છે. આ વરસાદને કારણે કેરી અને ચીકુના પાકને નુક
Navsari


નવસારી, 01 જાન્યુઆરી (હિ.સ.): નવસારી જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પડેલા માવઠાંએ શિયાળાની ઋતુમાં હવામાનમાં પલટો લાવ્યો છે.

આ વરસાદને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે, જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સાથે જ રવિ પાક પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

અચાનક પડેલા વરસાદથી રોજિંદું આવનજાવન કરતા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન નિષ્ણાતોના મતે, ઋતુચક્રમાં આવા બદલાવથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande